પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
ભારતમાં વોન્ટેડ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લીડર મસૂદ અઝહર 21 વર્ષ બાદ જાહેરમાં સામે આવ્યો છે. 21 વર્ષ બાદ સામે આવી રહેલા મસૂદ અઝહરે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના કેડર્સને સંબોધિત કર્યા હતા. પોતાના 66 મિનિટના સંબોધનમાં, આતંકવાદી નેતા મસૂદ અઝહરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને કાશ્મીરમાં ભારતીય સેના વિરુદ્ધ જેહાદ ચલાવવા માટે સમર્થન અને નાણાં એકત્ર કરવાની વાત કરી છે.તાલિબાનને લઈને મસૂદ અઝહરના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. મજુદે પોતાના ભાષણમાં તાલિબાન સાથેના સંબંધો પર ઘણો ભાર મૂક્યો હતો. આ દરમિયાન અઝહરે અગ્રણી અફઘાન તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના કથિત સ્વપ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે હક્કાનીએ પોતે તેને આ વિશે જાણ કરી હતી. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં જેહાદની યોજના બનાવી રહેલા મસુદ અઝહરે લોકોને તેમના સંગઠનમાં જોડાવા માટે અપીલ કરી છે.
-> મસૂદ અઝહર પોતાને મજબૂત બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે :- નિષ્ણાતોનું કહેવું છે કે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે પોતાના ભાષણમાં તાલિબાન સાથેની નિકટતાનો ઉલ્લેખ કર્યો હતો. તેની પાછળ તેનો હેતુ પાકિસ્તાનમાં પોતાને મજબૂત બતાવવાનો છે. સાદી ભાષામાં કહીએ તો અઝહર પોતાને અફઘાન તાલિબાન નેતાઓના વિશ્વાસુ તરીકે રજૂ કરી રહ્યો છે.
-> હક્કાની જૂથે મસૂદ અઝહરના દાવાને ફગાવી દીધો :- અફઘાન તાલિબાનના અગ્રણી સિરાજુદ્દીન હક્કાની સાથે મસૂદ અઝહરની નિકટતાના દાવા બાદ હક્કાની જૂથ તરફથી પ્રતિક્રિયા આવી છે. જેમાં જૂથે અઝહરના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.