પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
5મી ડિસેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ખૂબ જ ખાસ હતો. ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પ્રસંગે બોલિવૂડ, ક્રિકેટ અને ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ આ સમારોહના સાક્ષી બન્યા હતા. અભિનેતા સલમાન ખાન અને શાહરૂખ ખાન પોતાની સ્વેગ સ્ટાઈલમાં પહોંચ્યા હતા અને રણવીર સિંહ અને રણબીરની જુગલબંધી જોવા મળી હતી. આ સમારોહમાં સચિન તેંડુલકર, મુકેશ અંબાણી સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
આ દરમિયાન સલમાન ખાન વાદળી રંગનો ફોર્મલ સૂટ અને ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. સલમાન સાથે કડક સુરક્ષા રાખવામાં આવી હતી. આ સમારોહમાં શાહરૂખ ખાન પણ હાજર હતો. સલમાને શાહરૂખને જોયો કે તરત જ તેને ગળે લગાવીને અભિવાદન કર્યું.ફંક્શનમાં અભિનેતા રણબીર કપૂર અને રણવીર સિંહ ફોર્મલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. રણબીરે સફેદ જેકેટ અને કુર્તા-પાયજામા પહેર્યા હતા. રણવીર સિંહ બ્લેક આઉટફિટ અને ચશ્મામાં ખૂબ જ શાનદાર લાગતો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે આજા મૌદાન ઈવેન્ટમાં હાજરી આપી હતી.સંજય દત્ત પણ બ્લૂ કલરના પઠાણી આઉટફિટમાં જોવા મળ્યો હતો.સચિન તેંડુલકરે તેની પત્ની અંજલિ અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા સાથે મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
શપથ સમારોહ બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “મને ખુશી છે કે દેવેન્દ્રજીએ આજે ત્રીજી વખત સીએમ તરીકે શપથ લીધા છે.” તેમણે લોકોની સેવા કરી છે અને કરતા રહેશે.