Breaking News :

દિવાળી પર અમદાવાદ મેટ્રો ટ્રેન ઓછા કલાકો સુધી દોડશે

PM મોદીએ ચાલુ રાખી દિવાળીની પરંપરા, કચ્છમાં સૈનિકો સાથે કરી ઉજવણી

ગૌતમ ગંભીર સામેનો છેતરપીંડીનો જુનો કેસ ફરીથી ખુલશે, કોર્ટે આપ્યા તપાસના આદેશ

કેજરીવાલે ભાજપને આપ્યો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાયા આમ આદમી પાર્ટીમાં

આજે ભારતમાં નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે : PM મોદી

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે તેમની નવી પાર્ટીની કરી જાહેરાત, નીતિશકુમાર પર સાધ્યું નિશાન

કેનેડાની સંસદમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રદ કરવાના સમાચાર ખોટા, વિપક્ષી નેતાએ કરી સ્પષ્ટતા

દિવાળીમાં લક્ષ્મી પૂજા માટે આ પૂજા વસ્તુઓને ભૂલશો નહીં, જુઓ યાદી

દિવાળી પર બનાવો મોરની રંગોળી, તમારા ઘરની સુંદરતા વધશે, જુઓ તસવીરો

દિવાળી પર ભગવાનના મંદિરને શણગારવામાં મદદ કરશે 7 રીતો, પૂજા રૂમની સુંદરતામાં વધારો કરશે

Maharashtra Assembly Election : બાબા સિદ્દિકીની સીટ પરથી લોરેન્સ બિશ્નોઇને ચૂંટણી લડાવવાની આ પાર્ટીની તૈયારી

Spread the love

મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા ફરી એકવાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. હકીકતમાં, ચૂંટણી પંચમાં નોંધાયેલ રાજકીય પક્ષ ઉત્તર ભારતીય વિકાસ સેનાએ લોરેન્સ બિશ્નોઈ વતી નામાંકન ભરવા માટે રિટર્નિંગ ઓફિસર પાસે એબી ફોર્મની માંગણી કરી હતી.

મહત્વનું છે કે નોમિનેશન ફાઈલ કરવા માટે એબી ફોર્મ એક આવશ્યક અને ઔપચારિક દસ્તાવેજ છે. ઉત્તર ભારતીય વિકાસ સેનાના નેતા સુનીલ શુક્લા પશ્ચિમ બાંદ્રા મતવિસ્તારમાંથી લોરેન્સ બિશ્નોઈ વતી ઉમેદવારી નોંધાવવા માંગે છે. આ મતવિસ્તાર એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીનો છે.

લોરેન્સ બિશ્નોઈ માટે નોમિનેશન પેપરની માંગ
રિટર્નિંગ ઓફિસરને લખેલા પત્રમાં સુનીલ શુક્લાએ દાવો કર્યો હતો કે તેઓ ફોર્મ પર લોરેન્સ બિશ્નોઈની સહી લેશે. બિશ્નોઈની ઉમેદવારી માન્ય કરવા માટે આ જરૂરી પગલું છે. લોરેન્સ બિશ્નોઈને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી ટિકિટની ઓફર કરવામાં આવ્યાના થોડા દિવસો બાદ આ વાત કહેવામાં આવી છે. પત્રમાં પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે જો લોરેન્સ બિશ્નોઈ મંજૂરી આપશે તો તેઓ ટૂંક સમયમાં 50 ઉમેદવારોની યાદી જાહેર કરશે.

લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.
ઉત્તર ભારતીય વિકાસ સેનાના નેતા સુનીલ શુક્લા પહેલા ખાર પોલીસ સ્ટેશન ગયા અને પછી બલકરણ બ્રાડના નામ પર નોમિનેશન પેપર લેવા માટે રિટર્નિંગ ઓફિસરનો સંપર્ક કર્યો. વાસ્તવમાં, લોરેન્સ બિશ્નોઈનું સાચું નામ બલકરણ બ્રાડ છે.

એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી 23 નવેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 288 સભ્યોની વિધાનસભામાં સૌથી વધુ 105 બેઠકો મળી હતી. તે જ સમયે, ભાજપના સહયોગી શિવસેનાને 56 બેઠકો મળી હતી. બીજી તરફ એનસીપીને 54 બેઠકો મળી હતી જ્યારે તેના સહયોગી કોંગ્રેસને 44 બેઠકો મળી હતી.

આ પણ વાંચો : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કસાઇ શકે છે EDનો સકંજો, આ મામલે ટુંક સમયમાં શરૂ થઇ શકે છે તપાસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે


Spread the love

Read Previous

Maharashtra Assembly Election 2024: MNSના આ નેતાએ કહ્યું કે તે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને એક કરવાનો કરશે પ્રયાસ

Read Next

Maharashtra Election : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, 23 બેઠકો પર ઉમેદવારોની સૂચિ બહાર પાડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram