‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં ન્યાયની માંગને લઈને જુનિયર ડોક્ટર્સ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ચાલી રહેલી વાતચીત સફળ રહી છે. પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ મોરચાએ તેની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરો શનિવારથી કામ પર પાછા ફરશે. આ પહેલા ઇમરજન્સી સેવાઓ ફરી શરૂ થશે, પરંતુ OPD સેવાઓ સ્થગિત રહેશે.
5 માંગો પૈકી 3 માંગ સ્વીકારવામાં આવી
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ પર ઉતરેલા તબીબોની પાંચ માંગો પૈકી 3 માંગો માની લીધી છે, અને સાથેજ રેપ એન્ડ મર્ડર કેસમાં આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.. મમતા બેનર્જીએ તબીબોને અપીલ કરી હતી કે તેઓ ફરજ પર પરત ફરે અને પુર અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ માટે જોડાઇ જાય
કોલકાતામાં હેલ્થ હેડક્વાર્ટરની સામે જુનિયર ડોકટરો દ્વારા ધરણાનું એલાન કરાયુ હતું.. જે હવે પાછુ ખેંચાયું છે. આંદોલનકારી ડોકટરો શુક્રવારે (20 સપ્ટેમ્બર) છેલ્લી રેલી કાઢશે, ત્યારબાદ તેઓ બીજા દિવસે શનિવારે (21 સપ્ટેમ્બર) કામ પર પાછા ફરશે.
—-જાણો આંદોલનના અંત અંગે વિરોધ કરી રહેલા તબીબોએ શું કહ્યું?
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ વિરોધ કરી રહેલા જુનિયર ડો. આકિબે કહ્યું, “વિરોધના 41મા દિવસે પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટ કહેવા માંગે છે કે અમે અમારા આંદોલન દરમિયાન ઘણું હાંસલ કર્યું છે. આ સાથેજ ડોકટરોએ કહ્યું છે કે તેઓ પ.બંગાળ સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા થવા માટે એક સપ્તાહ રાહ જોશે જો એક સપ્તાહમાં વાયદા પુરા કરવામાં નહીં આવે તો તેઓ ફરીથી કામ બંધ કરી દેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે