મહારાષ્ટ્રના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં દેવેન્દ્ર ફડણવીસનું નવું મધ્યમ નામ
IPL 2025માં ઘણી ટીમોની કેપ્ટનશીપમાં મોટા ફેરફારો થશે, જેના માટે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આગામી સિઝનમાં અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહી છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે KKRAએ રહાણેને કેપ્ટનશિપ આપવા માટેજ ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે જેદ્દાહમાં આયોજિત મેગા ઓક્શનમાં કોલકાતાએ રહાણેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.
રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “હા, અત્યારે 90 ટકા નિશ્ચિત છે કે અજિંક્ય રહાણે KKRનો કેપ્ટન હશે. તેને ખાસ કરીને સક્ષમ કેપ્ટન્સી વિકલ્પ બનવાના ઉદ્દેશ્યથી ખરીદવામાં આવ્યો હતો.”જો કે, અગાઉ આવા અહેવાલો પણ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે KKR આગામી સિઝન માટે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને ટીમની કમાન સોંપી શકે છે. વેંકટેશને મેગા ઓક્શનમાં રૂ.23.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી વેંકટેશ ઐયરની કેપ્ટન તરીકે નિમણૂકને લઈને કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
-> મુંબઈએ રહાણેને કેપ્ટનશીપથી હટાવી દીધો :- રણજી ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળનાર અજિંક્ય રહાણેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમની કમાન સોંપવામાં આવી ન હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે શ્રેયસ અય્યરને મુંબઈનો કેપ્ટન બનાવ્યો હતો.નોંધનીય વાત એ છે કે ઐયરની કેપ્ટન્સીમાં કોલકાતાએ ગયા વર્ષે આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. હવે KKR એવા ખેલાડીની નિમણૂક કરવાનું વિચારી રહ્યું છે જેને મુંબઈએ T20 ટૂર્નામેન્ટ માટે કેપ્ટન બનાવ્યો ન હોય.રહાણે છેલ્લી બે સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. હવે KKRએ તેના પર જુગાર ખેલ્યો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે KKR આ દાવથી કેટલો નફો કમાય છે.