પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળોનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. AAPએ કહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, “દિલ્હીમાં પોતાની તાકાત પર ચૂંટણી લડશે.
કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.”બીજી તરફ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસ સાથે ગઠબંધન પર કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધનના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે. કોઈપણ પ્રકારના ગઠબંધનનો પ્રશ્ન જ નથી. અમે અમારી તાકાત પર ચૂંટણી લડીશું અને જીતીશું. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચોથી વખત સરકાર બનાવવા જઈ રહી છે.
-> AAP-કોંગ્રેસ ગઠબંધનની અટકળો ચાલી રહી હતી :- તમને જણાવી દઈએ કે મંગળવારથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. સૂત્રોને ટાંકીને સમાચાર બહાર આવ્યા હતા કે દિલ્હી કોંગ્રેસના નેતાઓ AAP સાથે ગઠબંધન કરવા માંગે છે. આ પછી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓ શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. જે બાદ અટકળોએ જોર પકડ્યું હતું કે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.
-> કેજરીવાલ પહેલા પણ આ વાતને નકારી ચૂક્યા છે :- જો કે આ પહેલા પણ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ ફરી એકવાર બંને પક્ષો વચ્ચે ગઠબંધનના સમાચારે વેગ પકડ્યો છે. હવે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈપણ શક્યતાને નકારી કાઢી છે.