પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
તાજેતરમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે આરોપ લગાવ્યો છે કે ભારતનું રાજકીય નેતૃત્વ સ્થાનિક રાજકીય લાભ માટે બાંગ્લાદેશ સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર નાહિદ ઈસ્લામે કહ્યું કે, “જો ભારત આવું કરશે તો તે તેની સ્થાનિક રાજનીતિ માટે નુકસાનકારક સાબિત થશે.” તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશ વિરોધી અને મુસ્લિમ વિરોધી રાજનીતિ ભારતના રાષ્ટ્રીય હિતો અને એકતાને નબળી બનાવી શકે છે.
નાહીદ ઈસ્લામ શેખ હસીના વિરુદ્ધ વિરોધ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓમાંના એક છે. બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તેમણે કોઈ ચોક્કસ ટિપ્પણી કરી ન હતી. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ.નાહિદે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ભારતને બાંગ્લાદેશ વિરુદ્ધ “ખોટો પ્રચાર” બંધ કરવા અપીલ કરી હતી.
-> બાંગ્લાદેશના અન્ય રાજ્યો સાથેના સંબંધો :- નાહિદ ઈસ્લામના નિવેદન અનુસાર, બાંગ્લાદેશના પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામ સાથે ગાઢ સંબંધો છે. નાહિદે કહ્યું કે કોલકાતા અને દિલ્હીના વિદ્યાર્થીઓએ શેખ હસીનાના શાસન સામે વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશી વિરોધીઓને સમર્થન આપ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ લઘુમતીઓને, ખાસ કરીને હિંદુઓને સમાન અધિકારો અને રક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.તે જ સમયે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા, મોહમ્મદ યુનુસે મોટા દેશો દ્વારા કથિત દુષ્પ્રચારનો સામનો કરવા માટે રાષ્ટ્રીય એકતાની હાકલ કરી છે. રાજકીય પક્ષોને સંબોધતા તેમણે કહ્યું કે શેખ હસીના સરકાર સામે બળવા અંગે ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતીનો સામનો કરવાનો આ સમય છે.
-> મોહમ્મદ યુનુસે 3 મુદ્દાઓ પર ચર્ચા કરી હતી :- બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે જાહેરમાં કોઈ દેશનું નામ લીધું ન હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી:ભારત અને અન્ય દેશોમાં બાંગ્લાદેશ વિરુદ્ધ કથિત પ્રચારનો મુદ્દો, અગરતલામાં બાંગ્લાદેશ મિશન પર હુમલાનો મુ્દ્દો અને તાજેતરના સમયમાં લઘુમતીઓ પર હુમલાના આરોપોનો મુદ્દો