પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
ઇએમઆઇ ઘટવાની આશાઓ પર ફરીએકવાર પાણી ફરી વળ્યું છે. RBI એ રેપો રેટ જે હતો તેનો તે જ રાખ્યો છે, તેમાં કોઇ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. હાલ જે રેપોરેટ છે તે ફેબ્રુઆરી 2023 થી જેમનો તેમ છે.
-> મોંઘવારી પર અંકુશની સાથે વૃદ્ધિ પણ જરૂરી છે :- આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક 4 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ફુગાવાને અંકુશમાં રાખવાનો અને વૃદ્ધિ જાળવી રાખીને ભાવ સ્થિર રાખવાનો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે કિંમતોને સ્થિર રાખવી સૌથી મહત્વપૂર્ણ છે પરંતુ તેની સાથે જ વૃદ્ધિ જાળવી રાખવી પણ મહત્વપૂર્ણ છે અને આ RBI એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે.
-> શહેરો અને વિસ્તારોમાં માંગ ઘટી રહી છે :- જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડા અંગે આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, આર્થિક વિકાસ દરમાં ઘટાડાનું કારણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઔદ્યોગિક વૃદ્ધિ 7.2 ટકા હતી, જે બીજા ક્વાર્ટરમાં ઘટીને 2.1 ટકા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ ઘટ્યો છે. RBI ગવર્નરે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં માંગ વધી છે પરંતુ શહેરી વિસ્તારોમાં માંગ ધીમી પડી રહી છે.
-> આરબીઆઈએ જીડીપી અંદાજ ઘટાડ્યો :- આરબીઆઈએ તેના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, આરબીઆઈએ જીડીપી વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે અગાઉ 7.2 ટકા હતો.