બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : કથિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કૌભાંડના મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મંગળવારે અખબાર ‘ધ હિન્દુ’માં કામ કરતા શહેરના પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી છે.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) અજિત રાજિયાને જણાવ્યું હતું કે વિસ્તૃત પૂછપરછ બાદ પત્રકાર મહેશ લાંગાને મંગળવારે સવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ જીએસટીમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહેશ લાંગાની પત્ની અને પિતાના નામ હેઠળ નોંધાયેલી બોગસ કંપનીઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારો મળ્યા હતા. વધુ તપાસ માટે લાંગાની ધરપકડ કરવામાં આવી છે.”ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ પોલીસે સોમવારે વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કર્યા પછી.
છેતરપિંડી વ્યવહારો દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારને છેતરવાના હેતુથીબનાવટી કંપનીઓની સ્થાપના સાથે સંકળાયેલા કથિત કૌભાંડ અંગે સેન્ટ્રલ જીએસટીમાંથી ફરિયાદ મળ્યા બાદ આ વાત સામે આવી છે.એફઆઈઆર નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતની આર્થિક ગુનાખોરી શાખાના સહયોગથી અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, અને ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા.