પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
અમેરિકાના કેમ્બ્રિજમાં સ્થિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) વિશ્વની ટોચની સંસ્થાઓમાંની એક ગણાય છે. વિશ્વના ઘણા દેશોના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા ઈચ્છે છે, હવે વિશ્વની આ ટોચની સંસ્થામાં ભારતીય મૂળના વિદ્યાર્થી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય મૂળના વિદ્યાર્થી પ્રહલાદ આયંગરે MITમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં નિબંધ લખ્યો હતો, જેના કારણે યુનિવર્સિટીએ પ્રહલાદ આયંગરને સસ્પેન્ડ કરી દીધા છે.પ્રહલાદ એમઆઈટીમાં પીએચડી કરી રહ્યા હતા.
નોંધનીય છે કે પ્રહલાદ આયંગર એમઆઈટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં પીએચડી કરી રહ્યા હતા. પરંતુ પ્રહલાદ આયંગરની પાંચ વર્ષની નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ગ્રેજ્યુએટ રિસર્ચ ફેલોશિપ હવે પેલેસ્ટાઈનના સમર્થનમાં તેમના નિબંધને કારણે સમાપ્ત કરવામાં આવી હતી.ગયા મહિને યુનિવર્સિટી મેગેઝિનમાં લખેલા નિબંધને કારણે ભારતીય મૂળના વિદ્યાર્થી પ્રહલાદ આયંગરને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશવા પર પણ એમઆઈટીએ પ્રતિબંધ મૂક્યો છે.એમઆઈટીમાં પ્રહલાદ આયંગર દ્વારા લખાયેલા નિબંધનું શીર્ષક ‘ઓન પેસિફિઝમ’છે. ખાસ વાત એ છે કે આ નિબંધમાં પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈનનો લોગો પણ બતાવવામાં આવ્યો છે. જેને અમેરિકી વિદેશ વિભાગે આતંકવાદી સંગઠન ગણાવ્યું છે.
-> આયંગર પર આતંકવાદના આરોપો :- પેલેસ્ટાઈનના સમર્થનમાં નિબંધ લખવા બદલ એમઆઈટીએ ભારતીય મૂળના એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યો છે અને યુનિવર્સિટીમાં તેના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ અંગે ભારતીય મૂળના વિદ્યાર્થી પ્રહલાદ આયંગરનું કહેવું છે કે તેના પર આતંકવાદના પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, આ ખોટું છે. તેમણે કહ્યું કે નિબંધમાં આપવામાં આવેલી તસવીરોને કારણે જ આ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.