દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ યુપી, બિહાર મુસાફરો જઈ રહ્યા છે.રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કરાયા છે
Ahmedabad : દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પરપ્રાંતિયો વતન જવા રવાના થઈ રહ્યા છે. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોનું માનવ મેરામણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ટીકીટ બુકિંગ કરવા લોકોની ભીડ ઉમટી છે. રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કરાયા છે
દિવાળી પર્વને લઇ રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ વતન જવા માટે દોટ લગાવી છે. સાથે સાથે રેલ્વે ટીકીટને લઈને પણ લોકોની ભીડ જોવા મળી. વહેલી સવારથી રેલ્વેની ટીકીટ લેવા લોકોની કટાર જોવા મળી છે. રેલ્વે દ્વારા દિવાળી પર્વને લઇ એક્સ્ટ્રા ટ્રેન દોડાવવાને લઇ આયોજન ચાલી રહ્યું છે. મુસાફરોને તકલીફ ના પડે તે માટે ખાસ ટ્રેનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે