Breaking News :

પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો

અલ્લુ અર્જુન પર ‘પુષ્પા 2’ના પ્રીમિયરમાં ભાગદોડનો આરોપ લાગશેઃ હૈદરાબાદ પોલીસ

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા

ધાર્મિક સ્થાનો-સંગીતના કાર્યક્રમોમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને નિર્ધારિત સમય પછી લાઉડસ્પીકર સામે કાર્યવાહી

મહિલાઓને તબીબી શિક્ષણ પર રોક મામલે ક્રિકેટર રાશિદ ખાને દુઃખ વ્યક્ત કર્યુ, તાલિબાન સરકારને કરી આ અપીલ

મહારાષ્ટ્રના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં દેવેન્દ્ર ફડણવીસનું નવું મધ્યમ નામ

દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપની બેઠકમાં સર્વસંમતિ સધાઈ

મહેસાણા,અમદાવાદ અને મોરબીમાં રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં 10નાં મોત, અનેક ઘાયલ

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

કોંગ્રેસે યૂપીની 2027ની વિધાનસભાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, નિષ્ક્રિય ચહેરાઓને બહારનો રસ્તો બતાવાશે

Spread the love

યુપી કોંગ્રેસની તમામ સમિતિઓનું વિસર્જન થયા બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેઓ લોકસભા ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય રહ્યા હતા,તેમને બહારનો રસ્તો બતાવી દેવાશે, સાથે જ સક્રિય યુવા ચહેરાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવનાર છે. જે જૂના અધિકારીઓ સક્રિય છે તેમને પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવશે.વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓ શરૂ તમને જણાવી દઈએ કે પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયનું માનીએ તો આગામી બેથી અઢી મહિનામાં નવી કમિટીની રચના કરવામાં આવશે. યુપી કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણી માટે આ નવી સમિતિની રચના કરી રહી છે. આ સંગઠનની કાયાપલટમાં કોંગ્રેસ બૂથથી લઈને રાજ્ય સ્તર સુધી સંગઠનને મજબૂત કરશે. કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો, આ સંગઠનાત્મક ફેરફાર લાંબા સમયથી પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણનો અંત લાવવાનો પ્રયાસ હશે. આ વખતે પાર્ટી વિધાનસભાની ચૂંટણી પુરી તાકાત સાથે લડવા માંગે છે. તેથી પાર્ટીને વધુમાં વધુ લાભ મળી શકે તે માટે સંગઠન સ્તરે અનેક ફેરફારો કરવામાં આવશે.

-> નવી કારોબારીમાં સમસ્યાઓનું નિરાકરણ આવશે :- ઓગસ્ટ 2023માં, યુપી કોંગ્રેસે અજય રાયને અધ્યક્ષ બનાવ્યા અને થોડા સમય પછી, યુપી કોંગ્રેસે અવિનાશ પાંડેને પ્રભારી બનાવ્યા. આ બંને લોકોએ યુપીના અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લીધી છે અને તે જિલ્લાના નિષ્ક્રિય અને સક્રિય અધિકારીઓના રિપોર્ટ તૈયાર કર્યા છે. આ રિપોર્ટમાં અનેક જગ્યાએ જિલ્લા અને શહેર પ્રમુખોની બદલીનો મામલો પણ સામે આવ્યો હતો, તો રાજ્ય કારોબારીના કેટલાક અધિકારીઓની કાર્યશૈલીને લઈને પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ તમામ સમસ્યાઓને જોતા આ નવી કારોબારીમાં આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.


Spread the love

Read Previous

MVAના ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ લેવાનો ઇન્કાર, આદિત્ય ઠાકરેએ કહ્યું અમને EVM પર શંકા

Read Next

અંબાલા-શંભુ બોર્ડર પર 3 લેયર બેરિકેડિંગ, ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાતથી ખળભળાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram