‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બુલેટિન ઈન્ડિયા વડોદરા : કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (કોનકોર) દ્વારા આગામી બે મહિનામાં દાદરીથી વરણામા (વડોદરા જિલ્લો) સુધી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન દોડાવવાનું શરૂ કરવામાં આવશે. આનાથી એક જ ટ્રેનમાં 180 કન્ટેનર (ટીઇયુ) નું પરિવહન શક્ય બનશે, જેના કારણે ઓછા ખર્ચે માલસામાનની ઝડપથી અવરજવર થશે, એમ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (કોનકોર)ના સીએમડી સંજય સ્વરૂપે જણાવ્યું હતું.
સંજય સ્વરૂપે એફજીઆઈ બિઝનેસ સેન્ટર ખાતે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફજીઆઈ) સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઇશ્યૂઝ એન્ડ ચેલેન્જિસ પરના કોન્ક્લેવને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વરણામાથી જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) સુધીના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) માટે પ્રગતિમાં છે તે ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. વરણામાથી ભારતીય રેલવે લાઈન પર સિંગલ સ્ટેક કન્ટેનર ટ્રેન દ્વારા સામાન મોકલવામાં આવશે. એ જ રીતે સિંગલ સ્ટેક કન્ટેનર ટ્રેન જેએનપીટીથી વરણામા આવશે.
ત્યારબાદ ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનનો ઉપયોગ કરીને કન્ટેનર વરણામાથી દાદરી મોકલવામાં આવશે, જેથી સપ્લાય ચેઇન મેનેજમેન્ટની કાર્યક્ષમતામાં વધારો થશે.ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ડીએફસીસીઆઇએલ)ના ડિરેક્ટર શોભિત ભટનાગરે જણાવ્યું હતું કે, સાત રાજ્યોમાં 2,843 કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માલસામાનની ઝડપી હેરફેર માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.