મહારાષ્ટ્રના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં દેવેન્દ્ર ફડણવીસનું નવું મધ્યમ નામ
GST કાઉન્સિલની બેઠકમાં કપડા, ઘડિયાળો, સિગારેટ, તમાકુ, ઠંડા પીણા સહિત 148 વસ્તુઓ પર જીએસટી વધારવાનો નિર્ણય લેવાઇ શકે છે તેવાઅહેવાલો બાદ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ભારે ટીકા થતા સરકાર બેકફૂટ પર જોવા મળી રહી છે. નાણા મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફએક્સાઈઝ કસ્ટમ્સ (CBIC)એ આ વસ્તુઓ પર જીએસટી દર વધારવાના સમાચારને અફવા ગણાવી છે.
-> સીબીઆઈસીએ કહ્યું કે જીઓએમ રિપોર્ટ મળ્યો નથી :- સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ જણાવ્યું હતું કે GST દરમાં ફેરફાર અંગે GSTકાઉન્સિલમાં હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી એ વાત તો ઠીક મંત્રીઓના જુથ તરફથી વિચારણા માટે ભલામણ પણ હજુ મળી નથી..એવામાં મીડિયામાં આવેલા જીએસટી વધારવાના અહેવાલો માત્ર અફવા સિવાય બીજુ કંઇ નથી.CBIC અનુસાર GST કાઉન્સિલે GST દરને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓના જૂથની રચના કરી હતી.
જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમબંગાળ, કર્ણાટક અને કેરળના મંત્રીઓનો સમાવેશ થાય છે અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ છે.GST કાઉન્સિલની અધ્યક્ષતા માનનીય નાણા પ્રધાન કરે છે અને તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનોનો સમાવેશ થાય છે અનેકાઉન્સિલ GST દરોમાં ફેરફાર કરવા માટે અધિકૃત છે. મંત્રીઓનું જૂથ ફક્ત તેની ભલામણો સબમિટ કરી શકે છે. CBIC અનુસાર, GST કાઉન્સિલે હજુસુધી GST દરમાં ફેરફાર પર વિચાર કર્યો નથી. કાઉન્સિલને હજુ સુધી GOMની ભલામણો મળી નથી.