‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પાસે ખાલિસ્તાની ઉગ્રવાદીઓનું પ્રદર્શન હિંસક બન્યું. આ દરમિયાન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મંદિરના ભક્તો પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હિન્દુઓએ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન મંદિરના પૂજારીએ કહ્યું કે આ હુમલો કેનેડામાં રહેતા હિંદુ સમુદાય પર નથી, પરંતુ સમગ્ર વિશ્વના હિંદુઓ પર છે કેનેડાના મંદિરની બહાર યુપીના સીએમ યોગી આદિત્યનાથના નારા લગાવતા તેમણે કહ્યું કે ‘બટોગે તો કટોગે’ ઉલ્લેખનીય છે કે આ સ્લોગન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન આપ્યું હતું . એક સભાને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે ‘બટેંગે તો કટેંગે, એક રહેંગે, નેક રહેંગે’
ભારતીય હાઈ કમિશને આ હુમલાની નિંદા કરી છે
ઓટ્ટાવા, કેનેડામાં ભારતીય હાઈ કમિશને 4 નવેમ્બરે એક નિવેદન બહાર પાડીને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી.
જસ્ટિન ટ્રુડોએ પણ હુમલાની નિંદા કરી હતી
આ પહેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ હિંસા અસ્વીકાર્ય છે, દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે
જાણો શું છે સમગ્ર મામલો
3 નવેમ્બરના રોજ, તેઓ ખાલિસ્તાની કટ્ટરવાદીઓ બ્રામ્પટન હિંદુ સભા મંદિર પાસે ભારતીય તિરંગો ધરાવનાર જૂથ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ આ જુથ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, ઘણા લોકો સલામતીની શોધમાં મંદિર પરિસર તરફ દોડી ગયા હતા, જેના કારણે ઉગ્રવાદીઓએ મંદિર પર હુમલો કર્યો. અગાઉ, વિન્ડસર, મિસિસોગા અને બ્રેમ્પટનના મંદિરોમાં પણ આવી જ તોડફોડનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે