Breaking News :

પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો

અલ્લુ અર્જુન પર ‘પુષ્પા 2’ના પ્રીમિયરમાં ભાગદોડનો આરોપ લાગશેઃ હૈદરાબાદ પોલીસ

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા

ધાર્મિક સ્થાનો-સંગીતના કાર્યક્રમોમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને નિર્ધારિત સમય પછી લાઉડસ્પીકર સામે કાર્યવાહી

મહિલાઓને તબીબી શિક્ષણ પર રોક મામલે ક્રિકેટર રાશિદ ખાને દુઃખ વ્યક્ત કર્યુ, તાલિબાન સરકારને કરી આ અપીલ

મહારાષ્ટ્રના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં દેવેન્દ્ર ફડણવીસનું નવું મધ્યમ નામ

દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપની બેઠકમાં સર્વસંમતિ સધાઈ

મહેસાણા,અમદાવાદ અને મોરબીમાં રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં 10નાં મોત, અનેક ઘાયલ

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

શું રાજ્યસભા સ્પીકરને હટાવી શકશે વિપક્ષ ? જાણો કેમ સરળ નથી

Spread the love

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષોએ મંગળવારના રોજ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 70 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. તમને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓ સતત રાજ્યસભાના અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવી રહી છે.હવે મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે શું વિપક્ષના આ પ્રસ્તાવ બાદ ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવી શકાય છે.અહીં તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અને અન્ય પક્ષો ભલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હોય, પરંતુ તેમને પદ પરથી હટાવવાનું એટલું સરળ નહીં હોય.

-> પહેલા તો બહુમતી જરૂરી છે :- વાસ્તવમાં, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ છે. તેમને હટાવવા માટે રાજ્યસભામાં બહુમતીથી ઠરાવ પસાર કરવો પડશે. આ પ્રસ્તાવ લોકસભામાં પણ પસાર કરવો પડશે, પરંતુ આ એટલું સરળ નથી. NDA પાસે 293 સભ્યો છે અને I.N.D.I.A.ના લોકસભામાં 236 સભ્યો છે. બહુમતી 272 પર છે. જો ઈન્ડિયા એલાયન્સ અન્ય 14 સભ્યોને પોતાની સાથે લાવે તો પણ આ પ્રસ્તાવ પસાર કરવો મુશ્કેલ બનશે.

-> ઉપરાષ્ટ્રપતિને હટાવવાના આ નિયમો છે :- ઉપરાષ્ટ્રપતિને ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ પરથી હટાવવામાં આવે તો જ તેને રાજ્યસભાના અધ્યક્ષ પદ પરથી હટાવી શકાય છે. ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અને પદ પરથી હટાવવા સંબંધિત નિયમો ભારતીય બંધારણના અનુચ્છેદ 67માં વિગતવાર સમજાવવામાં આવ્યા છે. આ હેઠળ, રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોની બહુમતી દ્વારા પસાર કરાયેલા અને લોકસભા દ્વારા સંમત થયેલા ઠરાવ દ્વારા ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરી શકાય છે. જો કે દરખાસ્ત રજૂ કરવા અંગે 14 દિવસ અગાઉ નોટિસ આપવાની રહેશે.

-> કલમ 67(B) શું કહે છે? :- બંધારણની કલમ 67(B) જણાવે છે કે ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના તમામ સભ્યોની બહુમતી દ્વારા અને લોકસભાની સંમતિથી પસાર કરાયેલા ઠરાવ દ્વારા તેમના પદ પરથી હટાવી શકાય છે, પરંતુ આવો કોઇપણ પ્રસ્તાવ. ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી રજૂ કરવામાં આવી શકે નહીં. એટલું જ નહીં, આ નોટિસમાં એવો પણ ઉલ્લેખ કરવો પડશે કે આવી દરખાસ્ત લાવવાનો ઈરાદો છે.

( આ નિયમો જરૂરી છે )

-> ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. તેને લોકસભામાં રજૂ કરી શકાય નહીં.

-> 14 દિવસની નોટિસ આપ્યા બાદ જ પ્રસ્તાવ રજૂ કરી શકાશે.

-> દરખાસ્ત રાજ્યસભામાં ‘અસરકારક બહુમતી’ દ્વારા પસાર થવી જોઈએ,જ્યારે લોકસભામાં તેને ‘સરળ બહુમતી’ની જરૂર છે.

-> જ્યારે પ્રસ્તાવ વિચારણા હેઠળ હોય ત્યારે સ્પીકર ગૃહની અધ્યક્ષતા કરી શકતા નથી.


Spread the love

Read Previous

અમે ઇચ્છીએ છીએ કે ગૃહ ચાલે, પરંતુ સરકાર અદાણી પર ચર્ચા ઇચ્છતી નથીઃ પ્રિયંકા ગાંધી

Read Next

“સન્માન માટે આભારી”: ભારતના નેતૃત્વના સમર્થન પર મમતા બેનર્જી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram