‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બનાસકાંઠા ના વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાના આચાર્ય બ્રિજેશ પરમારે ગાંધીનગર શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી તેમાં નકલી સહી કરી એક શિક્ષકની બદલીનો પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે
બનાસકાંઠાના મજાદર પ્રાથમિક શાળાના આચાર્યની કરતૂતનો ભાંડાફોડ
ગાંધીનગર નિયામકના લેટરમાં ખોટી સહી કરી લાખો પડાવ્યાના આરોપ
સમગ્ર મામલે આચાર્ય બ્રિજેશ પરમારને કરવામાં આવ્યો સસ્પેન્ડ
ખોટી સહી કરી શિક્ષકોની બદલી કરવાના નામે રૂપિયા પડાવતો હોવાના આરોપ
સમગ્ર મામલે શિક્ષણ વિભાગ આવ્યું હરકતમાં, આપ્યા તપાસના આદેશ
Banaskantha: રાજ્યમાં નકલી ચીજવસ્તુ, અધિકારી, કચેરીઓની ભરમાર વચ્ચે હવે શિક્ષકની બદલીના નકલી ઓર્ડર આપ્યાનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાના આચાર્યે ગાંધીનગર શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી તેમાં નકલી સહી કરી એક શિક્ષકની બદલીનો પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે.
નકલી ઓર્ડર સામે આવતા જ શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પગલાં લીધા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક અસરથી આચાર્ય બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે.
નકલી આઇપીએસ, નકલી ટોલનાકુ, નકલી કોર્ટ અને હવે શિક્ષણ વિભાગના સચિવના નામે નકલી હુકમ !
રાજ્યમાં અત્યારે નકલી નકલીની ભરમાર જોવા મળી રહી છે. પહેલા નકલી કચેરી, નકલી ઓફિસ, નકલી અધિકારી નકલી કોર્ટ અને હવે શિક્ષકની બદલી પણ નકલી! આ કૌભાંડો ક્યારે અટકશે? એવું લાગી રહ્યું છે કે, દરેક વિભાગોની સઘન તપાસ થવી જોઈએ અને જોવું જોઈએ કે, ક્યા કોણ ફ્રોડ કરી રહ્યું છે. કારણ કે, જે પ્રકારે અત્યારે આ બધી બાબતો સામે આવી રહીં છે તેને જોતા રાજ્ય માટે ખુબ જ ચિંતાજનક વાત છે. આવા કૌભાંડો કરતા લોકો સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
આ પણ વાંચો : બહુચરાજી : પાણીના ટેન્કર નીચે આવી જતા બાળકનું મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે