Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

Ankleshwar Murder Case : અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં આઠ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

Spread the love

Bharuch: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠપૂજાના દિવસે ગુમ થયેલ 8 વર્ષના બાળકનો મૃતદેહ પડોશીના ઘરમાંથી લોખંડની પેટીમાં મળી આવ્યો છે. પાડોશી આર્મીમાં ફરજ બજાવતો હોવાની માહિતી મળી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો
પડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મૃતદેહ મળી આવ્યો
છઠપૂજા ના દિવસે આઠ વર્ષનો બાળક થયો હતો ગુમ

ભરૂચ : આપણી આસપાસ અને સમાજમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે. જેને જોતા એવું લાગે કે માનવી માનવતા ભૂલી ગયો છે. એક સમય એવું કેહવાતું કે પહેલો સગો પડોશી, પરંતુ અંકલેશ્વરનો આ કિસ્સો વાંચ્યા બાદ પાડોશી પરથી વિશ્વાસ ઉઠી જશે.

જાણો શું છે સમગ્ર ઘટના ???

ભરૂચ : અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં આઠ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પાડોશીના મકાનમાંથી લોખંડની પેટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. છઠપૂજાના દિવસે એક આઠ વર્ષનો બાળક ગુમ થયો હતો. જેને લઈને પરિવારજનોએ બાળકનું અપહરણ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા પાડોશીના ઘરમાં રાખેલી લોખંડની પેટીમાંથી ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

પાડોશી એ જ બાળકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસે પાડોશીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ કરી રહી છે તે પાડોશી આર્મીમાં ફરજ બજાવતો હોવાની માહિતી બહાર આવી રહી છે. સમગ્ર મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આજે સવારના સમયે ઘરમાં જ મૃતદેહોની જાણ થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે આ મામલામાં પાડોશીની સંડોવણી છે કે અન્ય કોઈ વ્યક્તિએ બાળકની હત્યા કરી છે. સમગ્ર મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 1નું મોત, 2 ઘાયલ, 13 રાઉન્ડ ફાયરિંગ: દિલ્હી શૂટઆઉટમાં 3 સગીરની ધરપકડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.


Spread the love

Read Previous

પીએમ મોદીએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ, 26/11ના હુમલાનો ઉલ્લેખ

Read Next

કચ્છના 9 મંદિરોમાં થયેલી ચોરીની તપાસ માટે SITની રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram