જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકી ઠાર
આજે નૂતન વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજ ખાતે પોતાના નિવાસસ્થાને નવા વર્ષની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ ઉપરાંત અમિત શાહે તમામ કાર્યકરોનું અભિવાદન ઝીલી શુભકામના પાઠવી છે. તેમજ અમિત શાહની પ્રધાનો, ધારાસભ્યો અને પક્ષના નેતા અને કાર્યકરો સાથે ઉજવણી કરી છે.
ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો થલતેજ ખાતે નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહ મંત્રીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતાં. વ્હીલ ચેર પર શુભેચ્છા પાઠવવા આવેલા કાર્યકર્તાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સામેથી શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા.
તો બીજ તરફ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાનના દર્શન સાથે દિવસનો પ્રારંભ કર્યો હતો.મુખ્યપ્રધાન ગાંધીનગરના સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિરે દર્શને પહોંચ્યા હતા.અહીં પંચદેવના દર્શન કરી તેમણે આરતી ઉતારી હતી. મુખ્યપ્રધાને તમામ નાગરિકોને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. તેમજ નવું વર્ષ ખૂબ જ સારું જાય તે માટે તેમણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે સ્થિત ત્રિમંદિરમાં પણ દર્શને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય દર વર્ષે મુખ્યપ્રધાન અહીં દર્શને આવતા હોય છે. ત્યારે આજે પણ નવા વર્ષના પ્રારંભે તેમણે અહીં આશીર્વાદ લીધાં હતા.ત્રિમંદિરમાં પ્રસ્થાપિત શ્રીસિમંધર સ્વામી સહિત વિવિધ પ્રતિમાઓના દર્શન કર્યા હતા.