મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મહાવિકાસ અઘાડીના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીનો મામલો ઉકેલાઈ રહ્યો નથી. એમવીએ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે એક-બે દિવસમાં સીટ વિતરણને આખરી ઓપ આપવામાં આવશે. આ દરમિયાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથનું નિવેદન સામે આવ્યું છે.
શિવસેના અને યુબીટીના વરિષ્ઠ નેતાઓએ મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગ વિવાદ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે રામટેક અને અમરાવતી લોકસભા સીટો કોંગ્રેસને આપી, અમે કોંગ્રેસને છ ટર્મ જીતનારી સીટો આપી. હવે અમને વિદર્ભમાં ઓછામાં ઓછી ત્રણ બેઠકોની જરૂર છે જે કોંગ્રેસ આપવા તૈયાર નથી. અમે અમારા દાવા પર અડગ છીએ. અમને વિશ્વાસ છે કે આવતીકાલે તમામ વિવાદો ઉકેલાઈ જશે અને અમને વિદર્ભમાં પણ સીટો મળશે.
-> શરદ પવાર બનશે આર્કિટેક્ટ :- એમવીએ સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વસંમતિ સધાઈ ગયા બાદ એક-બે દિવસમાં સીટ શેરિંગ પર સમજૂતી થવાની શક્યતા છે. કોંગ્રેસના નેતા નસીમ ખાન, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, સંજય રાઉત, અનિલ પરબ અને NCP (SP)ના અનિલ દેશમુખ મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારને મળ્યા હતા.સૂત્રોએ જણાવ્યું કે મહારાષ્ટ્રના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે. “MVA સાથી પક્ષો વચ્ચેની વાતચીત 10 થી 12 બેઠકો પર કેન્દ્રિત છે તે નક્કી કરવા માટે કે કઈ પાર્ટી વધુ સારા ઉમેદવાર ઉભા કરી શકે છે,”
-> 10 બેઠકો પર ચર્ચા ચાલુ :- નસીમ ખાને કહ્યું કે બાકીની 10 ટકા બેઠકો પર સર્વસંમતિ સાધવા માટે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું, “શરદ પવાર એમવીએના માસ્ટરમાઇન્ડ હોવાથી અમે તેમને મળ્યા અને વાત કરી.