પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
બાંગ્લાદેશની યુનુસ સરકારના નવા નિર્ણયથી ભારતનો તણાવ વધી ગયો છે. બાંગ્લાદેશે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા નિયંત્રણો હળવા કર્યા છે. પાકિસ્તાની નાગરિકો માટે સિક્યોરિટી ક્લિયરન્સ સમાપ્ત થતાં બાંગ્લાદેશની ધરતી પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટોની પહોંચ પણ સરળ બની ગઈ છે.પ્રાદેશિક વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે આ વિકાસ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતા તાલમેલનો સંકેત આપી રહ્યો છે અને તેની સીધી અસર ભારતની સુરક્ષા પર જોવા મળી શકે છે.હવે એ વાત સામે આવી છે કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પાકિસ્તાનની ISI દ્વારા કરવામાં આવ્યું હતું. હવે અગાઉના વડા પ્રધાન દ્વારા જેલમાં બંધ કરાયેલા આતંકવાદીઓ જેલની બહાર તો જોવા મળી જ શકે છે, પરંતુ તે સત્તામાં જોવા મળે તો પણ કંઇ નવાઇ પામવા જેવું નહીં રહે
-> ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઘૂસણખોરીનું કાવતરું :- માનવામાં આવે છે કે જો બધુ તેમની એટલે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વચગાળાની સરકારની યોજનાઓ અનુસાર ચાલશે તો બહુ જલ્દી બાંગ્લાદેશ વ્યવહારીક રીતે પહેલાની જેમ પૂર્વ પાકિસ્તાન બની જશે. હવે બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વો સક્રિય થવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના અંબરખાનામાં પાકિસ્તાન સાથે જોડાયેલા જમાતના તત્વો એક થયા હોવાના અહેવાલ છે. અહીંથી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં કથિત રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ થઈ શકે છે.
બીજી તરફ ભારતમાં આસામ-મેઘાલય બોર્ડર પર વધી રહેલી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.બાંગ્લાદેશ વહીવટીતંત્રમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. હિન્દુ અને અવામી લીગ સમર્થિત અધિકારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે, જેથી જમાત સાથે જોડાયેલા અધિકારીઓ માટે જગ્યા બનાવી શકાય. નવા શાસન હેઠળ બાંગ્લાદેશ વહીવટીતંત્રમાં થઈ રહેલા વૈચારિક ફેરફારોએ બિનસાંપ્રદાયિક અને લોકશાહી સિદ્ધાંતોને પણ જોખમમાં મૂક્યા છે.
-> ભારત માટે ચિંતા કેમ વધી રહી છે? :- નિષ્ણાતોના મતે, પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની જોગવાઈઓમાં છૂટથી ભારત માટે બેવડો ખતરો ઉભો થયો છે. આનાથી માત્ર ઈસ્લામાબાદ અને ઢાકા વચ્ચે વધુ ગુપ્ત માહિતી અને સુરક્ષા સહયોગ વધશે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને અસ્થિર કરવાનો છે. બીજું, ઉત્તર-પૂર્વના રાજ્યો, ખાસ કરીને આસામ, આંતરિક અશાંતિ પેદા કરવાના હેતુથી ઘૂસણખોરી અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓ માટે હોટસ્પોટ બની શકે છે.
-> સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર :- ભારતીય સુરક્ષા એજન્સીઓ બાંગ્લાદેશમાં થઈ રહેલા ફેરફારો પર સતત નજર રાખી રહી છે અને એલર્ટ પર છે. નિષ્ણાંતોનું માનવું છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતો તાલમેલ ભારત માટે વ્યૂહાત્મક પડકાર બની રહ્યો છે.