Breaking News :

પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો

અલ્લુ અર્જુન પર ‘પુષ્પા 2’ના પ્રીમિયરમાં ભાગદોડનો આરોપ લાગશેઃ હૈદરાબાદ પોલીસ

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા

ધાર્મિક સ્થાનો-સંગીતના કાર્યક્રમોમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને નિર્ધારિત સમય પછી લાઉડસ્પીકર સામે કાર્યવાહી

મહિલાઓને તબીબી શિક્ષણ પર રોક મામલે ક્રિકેટર રાશિદ ખાને દુઃખ વ્યક્ત કર્યુ, તાલિબાન સરકારને કરી આ અપીલ

મહારાષ્ટ્રના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં દેવેન્દ્ર ફડણવીસનું નવું મધ્યમ નામ

દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપની બેઠકમાં સર્વસંમતિ સધાઈ

મહેસાણા,અમદાવાદ અને મોરબીમાં રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં 10નાં મોત, અનેક ઘાયલ

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

મનિષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જામીનની આ શરત હટાવી

Spread the love

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની માંગને મંજૂર કરી છે. જામીનની શરતો અનુસાર તેમને અઠવાડિયામાં બે વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં હાજર રહેવું પડતું હતું. સિસોદિયાની વિનંતી પર કોર્ટે આજે આ શરત હટાવી હતી. જોકે, કોર્ટે સિસોદિયાને ટ્રાયલમાં નિયમિત હાજર રહેવા કહ્યું છે.

-> સિસોદિયાએ કોર્ટને કહ્યું – આભાર :- મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે. સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું- માનનીય સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર, જેણે જામીનની શરત હટાવીને રાહત આપી છે. આ નિર્ણય માત્ર ન્યાયતંત્રમાં મારો વિશ્વાસ વધુ મજબૂત બનાવતો નથી, પરંતુ આપણા બંધારણીય મૂલ્યોની મજબૂતાઈ પણ દર્શાવે છે. હું હંમેશા ન્યાયતંત્ર અને બંધારણ પ્રત્યેની મારી ફરજોનું સન્માન કરીશ.

-> જય ભીમ, જય ભારત કોર્ટે સિસોદિયાને જામીન આપ્યા હતા :- મનીષ સિસોદિયાની અરજી પર આજે એટલે કે 11મી ડિસેમ્બરે સુનાવણી થઈ હતી. વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સિસોદિયાની માગણી મૂકી હતી. 9 ઓગસ્ટ, 2024 ના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત કેસોમાં સિસોદિયાને જામીન આપ્યા હતા.

ઑગસ્ટમાં, સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ AAP નેતાને એમ કહીને જામીન આપ્યા હતા કે કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં ટ્રાયલ વહેલી તકે પૂર્ણ થવાની આશામાં તેમને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં.જણાવી દઈએ કે, “દારૂ નીતિ કૌભાંડના હાલના કેસમાં, ED તેમજ CBI કેસમાં, 493 સાક્ષીઓના નામ છે અને આ કેસમાં હજારો પાનાના દસ્તાવેજો અને એક લાખથી વધુ પાનાના ડિજિટાઇઝ્ડ દસ્તાવેજો સામેલ છે.”


Spread the love

Read Previous

પેલેસ્ટાઇનના સમર્થનમાં નિબંધ લખવા પર MITએ ભારતીય મૂળના વિદ્યાર્થીને કરી દીધો સસ્પેન્ડ

Read Next

નિર્માતા ધર્મેન્દ્ર સાથે કામ કરવા કેમ તૈયાર ન હતા? સની દેઓલે બોલિવૂડ કેમ્પનો પર્દાફાશ કર્યો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram