પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
ગુજરાતમાં છેલ્લા 2 – 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અનેક જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વહેલી સવારથી જ લોકોને કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1થી 5 ડિગ્રી ઘટી જતા લોકો ઠંડીથી ઠૂઠવાઈ ગયા છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બોટાદ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે.
જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે. ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, રાજકોટ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે.
સાબરકાંઠા, મહેસાણા, મોરબી, કચ્છ, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે…
શીતલહેરની આગાહી
રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં જ મોટા ભાગનાં શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતાં જનજીવનને માઠી અસર પડી છે. અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.