મહેસાણા,અમદાવાદ અને મોરબીમાં રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા
બુલેટિન ઈન્ડિયા મહેસાણા : મહેસાણામાં જાણીતા રાધે ગ્રુપ અને તેના સહયોગીઓ પર આવકવેરા વિભાગ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. મહેસાણામાં જૂથના પરિસરમાં અને અમદાવાદ અને મોરબીમાં તેના સાથીદારોની મિલકતો પર સંયુક્ત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બે ડઝનથી વધુ ટીમો આ કામગીરીમાં સામેલ છે, જેના કારણે બેનામી (proxy) વ્યવહારોના નોંધપાત્ર દાખલાઓ બહાર આવવાની શક્યતા વધી ગઈ છે.
આઇટી વિભાગ રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેના સાથીઓની તપાસ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. એક સાથે ૨૪ થી વધુ સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં મોરબીના બે સિરામિક ઉદ્યોગકારો કે જેઓ રાધે ગ્રુપ સાથે કનેક્શન ધરાવે છે તેમની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.આજે વહેલી સવારથી જ આઈટી વિભાગે પોલીસને સાથે રાખી મહેસાણા, અમદાવાદ, મોરબી, સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
રાધે ગ્રુપ પેપર મિલ અને કન્સ્ટ્રક્શનના ધંધામાં સંકળાયેલું હોવાના અહેવાલ છે, અને તપાસમાં બેનામી વ્યવહારોના દાખલા બહાર આવે તેવી અપેક્ષા છે.મોરબીમાં પેપર મિલ અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત તીર્થક ગ્રુપ સાથે જોડાયેલી મિલકતો પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે ગ્રુપની ઓફિસ, ફેક્ટરી તથા તેના વડા જીવરાજભાઇ ફુલતરીયાના નિવાસ સ્થાને રવાપર રોડ પર આવેલી રહેણાકમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.