મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે? એકનાથ શિંદેની તાજેતરની જાહેરાત પછી એક રીતે આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ થઈ ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સરકારનો શપથ ગ્રહણ 2 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. એવા અહેવાલ છે કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સીએમ તરીકે શપથ લેશે, ત્યારે તેમની સાથે બે ઉપમુખ્યમંત્રીઓ પણ શપથ લેશે. તેમાંથી એક એકનાથ શિંદેની શિવસેનામાંથી અને બીજુ અજિત પવારની એનસીપીમાંથી હશે.
આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનમાં સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પણ નક્કી થઈ ગઈ છે. આમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતનાર ભાજપને રાજ્યની સત્તામાં મોટો હિસ્સો મળશે, ત્યારબાદ શિંદેની શિવસેના અને પછી અજિત પવારની એનસીપીને મંત્રી પદ મળશે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં ભાજપે 132 બેઠકો જીતી છે. શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ 57 બેઠકો જીતી છે. અજિત પવારની પાર્ટી NCPના 41 ધારાસભ્યો ચૂંટાયા છે. આ સંખ્યાત્મક તાકાતને ધ્યાનમાં રાખીને મંત્રાલયોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.
-> એકનાથ શિંદે- અજિત પવારને કેટલા મંત્રી મળશે? :- સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપને 25 મંત્રી પદ મળશે, શિંદેની શિવસેનાને 10 અને અજિત દાદાની એનસીપીને 7 મંત્રી પદ મળશે. ગત વખતે મહાગઠબંધનમાં ત્રણેય પક્ષો વચ્ચે સત્તાની વહેંચણી સમાન હતી. દરેક પક્ષને 9 મંત્રી પદ આપવામાં આવ્યા હતા, પરંતુ હવે સત્તા વહેંચણીની ફોર્મ્યુલા બદલાઈ ગઈ છે અને અજિત પવારની એનસીપીના મંત્રીઓની સંખ્યા ઘટે તેવી શક્યતા છે.
Leave a Reply