પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
બુલેટીન ઇન્ડિયા કચ્છ : બે સપ્તાહ પહેલા જ કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા 2 આરોપી કચ્છ પોલીસના પંજાબમાં જાપ્તામાંથી ફરાર. સમખીયાળીમાં બે અઠવાડીયા પહેલા જ કરોડો રૂપિયાના કોકેઇન કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ પોલીસના જાપ્તામાંથી ફરાર. કોકેઇનના આરોપીઓ પંજાબમાં ફરાર થઇ જતા કચ્છ પોલીસ પર ફરી એકવાર સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા. ઉપરાંત સ્થાનિક પોલીસની મદદ લઇને કચ્છ પોલીસને સ્થાનિક રીતે તપાસ કરીને બંન્ને આરોપીઓને ફરી પકડી લેવા માટે પોલીસને ફાફા આવી રહ્યા છે.ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પૂર્વ કચ્છની પોલીસ દ્વારા કરોડો રૂપિયાના કોકેઇન સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.
ત્યાર બાદ સમગ્ર મામલે તપાસ ચાલુ કરી હતી. આ તપાસ માટે આરોપીઓને પંજાબ લઇ જવામાં આવ્યા હતા. ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું કઇ રીતે તે લોકો ગુજરાતમાં લાવ્યા હતા વગેરે પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી હતી. જેના કારણે બે મહિલા આરોપી અને બે પુરુષ આરોપીઓ પૈકી બંન્ને પુરુષ આરોપીઓને સાથે લઇને પોલીસ પંજાબમાં તપાસ કરવા માટે ગઇ હતી પછી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા.બે સપ્તાહ પહેલા જેમને પૂર્વ કચ્છની પોલીસે કરોડો રૂપિયાના કોકેઈન સાથે કચ્છમાંથી ઝડપી લીધા હતા.
તેમાંથી બે પુરુષ આરોપી પોલીસને ચકમો આપીને ભાગી ગયા છે.માદક પદાર્થ સાથે પકડાયેલા બે પંજાબી દંપતીમાંથી બે પુરુષ આરોપીને લઈને સામખિયાળી પોલીસ પંજાબ તપાસ કામે લઈ ગઈ હતી. જયારે પોલીસ તેમને પાછા કચ્છ લાવી રહી હસ્તી ત્યારે પંજાબમાં કારમાં પંચર પડ્યું અને તેનો લાભ ઉઠાવીને બંને આરોપી ભાગી છૂટ્યા છે.પૂર્વ કચ્છના સ્પેશ્યિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસ દ્વારા આ આરોપીઓને બે મહિલા સાથે કચ્છમાં 1.47 કરોડની કિંમત વાળા કોકેઈન સાથે કચ્છમાં પ્રવેશ કરતી વેળાએ ઝડપી લીધા હતા.