Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

16 ઓક્ટોબરે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

Spread the love

જમ્મુ-કાશ્મીરની નવી સરકારની 16 ઓક્ટોબરે શપથવિધિ યોજાશે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી પદના શપથ લેશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 16 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે સમારોહનો સમય નક્કી કર્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરે ઓમરને જારી કરેલા પત્રમાં તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ, AAP અને અપક્ષ ધારાસભ્યોએ પહેલા જ નેશનલ કોન્ફરન્સને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

-> ઓમર બડગામથી જીત્યા છે :- નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જ્યારે બીજેપી બીજા ક્રમે છે. ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ બન્ને બેઠકો પર જીત્યા છે.

-> જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી થઈ હતી :- જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી થઈ હતી. આ પહેલા 2014માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ બીજેપી અને પીડીપીએ સાથે મળીને સરકાર બનાવી હતી, 2018ના અંતમાં બંને પાર્ટીઓનું ગઠબંધન તૂટી ગયું હતું અને પછી થોડા મહિનાઓ પછી 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતું.


Spread the love

Read Previous

બહરાઈચમાં હિંસા પર બોલ્યા પ્રિયંકા ગાંધી, રાજ્ય પ્રશાસન તાત્કાલિક પગલા લઇ હિંસા બંધ કરાવે

Read Next

ગઠબંધનના સાથીપક્ષો પણ ઉદ્ધવને મુખ્યમંત્રી પદ પર જોવા માંગતા નથીઃ એકનાથ શિંદે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram