Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

‘હું બુદ્ધની ભૂમિમાંથી આવ્યો છું અને મેં વારંવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથીઃ વડાપ્રધાન મોદી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આસિયાન-ભારત સમિટની સાથે સાથે પૂર્વ એશિયા શિખર સંમેલનનું પણ વિએન્ટિયાનમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પૂર્વ એશિયા સમિટમાં ટાયફૂન યાગીમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉપરાંત, વૈશ્વિક દક્ષિણના દેશો પર વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષની મહત્તમ નકારાત્મક અસરને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાને યુરેશિયા અને પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે આહ્વાન કર્યું હતું.

-> આપણો અભિગમ વિકાસનો હોવો જોઈએ, વિસ્તરણવાદનો નહીં :- PM મોદીએ 19મી પૂર્વ એશિયા સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે સમસ્યાઓનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી ન આવી શકે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સમગ્ર ક્ષેત્રના વિકાસ માટે એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક આવશ્યક છે. તેમણે કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સમગ્ર હિંદ-પ્રશાંત ક્ષેત્રના હિતમાં છે.તેમણે કહ્યું, ‘અમે માનીએ છીએ કે દરિયાઈ પ્રવૃત્તિઓ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) હેઠળ હોવી જોઈએ. નેવિગેશન અને એર સ્પેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જરૂરી છે. એક મજબૂત અને અસરકારક આચારસંહિતા બનાવવી જોઈએ.

અને આનાથી પ્રાદેશિક દેશોની વિદેશ નીતિ પર કોઈ નિયંત્રણો લાદવા જોઈએ નહીં. આપણો અભિગમ વિકાસનો હોવો જોઈએ, વિસ્તરણવાદનો નહીં.વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષની વૈશ્વિક દક્ષિણના દેશો પર સૌથી વધુ નકારાત્મક અસર પડી રહી છે તેની નોંધ લેતા વડાપ્રધાને કહ્યું કે દરેક વ્યક્તિઇચ્છે છે કે શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થાય.પીએમ મોદીએ કહ્યું, ‘હું બુદ્ધની ભૂમિમાંથી આવ્યો છું અને મેં વારંવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. સમસ્યાઓનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી ન આવી શકે. સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો આદર કરવો મહત્વપૂર્ણ છે. માનવતાવાદી અભિગમ રાખીને, સંવાદ અને મુત્સદ્દીગીરીને પ્રાથમિકતા આપવી પડશે.


Spread the love

Read Previous

કેન્દ્રને સમર્થન પાછું ખેંચી લેવા અખિલેશ યાદવે નીતિશ કુમારને કરી અપીલ

Read Next

દૂધીનો હલવો છે સ્વાદિષ્ટ, સ્વાદ અને પોષણથી ભરપૂર, આ રીતે તૈયાર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram