કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તે પીએમ મોદીને પસંદ કરે છે.રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારત ભાષાઓ, પરંપરાઓ, ધર્મોનું સંઘ છે. જ્યારે ભારતીય લોકો તેમના ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે, ત્યારે તેઓ તેમના દેવતા સાથે ભળી જાય છે. આ ભારતનો સ્વભાવ છે.
ભાજપ અને આરએસએસની ગેરસમજ એ છે કે તેઓ માને છે કે ભારત અલગ-અલગ વસ્તુઓનો સંગ્રહ છે, પરંતુ મને મોદીજી ગમે છે. હું ખરેખર નરેન્દ્ર મોદીને ધિક્કારતો નથી. હું તેમના દૃષ્ટિકોણ સાથે સહમત નથી, પરંતુ હું તેમને ધિક્કારતો પણ નથી. ઘણા પ્રસંગોએ હું તેમની સાથે સહાનુભૂતિ અનુભવું છું.
— આરએસએસ પર ફરી નિશાન સાધ્યું :- લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “ચૂંટણી પહેલા અમે એ વિચારને આગળ ધપાવતા રહ્યા કે સંસ્થાઓ કબજે કરવામાં આવી છે. RSSએ શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે. મીડિયા અને તપાસ એજન્સીઓ પર કબ્જો કરાયો છે. અમે કહેતા રહ્યા. આ પરંતુ લોકો સમજી શકતા ન હતા..પછી સંવિધાનને આગળ મુકવાનું શરૂ કર્યું અને પછી મેં જે કંઇ કહ્યું હતું તે લોકોને સમજાવવા લાગ્યું. ભારતના ગરીબ લોકો એ સમજી શક્યા કે જો બંધારણ ખતમ થઇ જશે તો સમગ્ર ખેલ ખતમ થઇ જશે, ગરીબ લોકો એ વાત સહેલાઇથી સમજી શક્યા કે આ લડાઇ સંવિધાનને બચાવનારાઓ અને સંવિધાનને નષ્ટ કરવા માંગતા લોકો વચ્ચેની છે.
— તેઓએ અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતાઃ રાહુલ ગાંધી :- તેમણે વધુમાં કહ્યું, ‘મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની નજીક હતી. તેને મોટો આર્થિક ફાયદો થયો. તેઓએ અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા. ચૂંટણી પંચ જે ઈચ્છતું હતું તે કરી રહ્યું હતું. સમગ્ર અભિયાન એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશભરમાં તેમનું કામ કરે. જે રાજ્યોમાં તેઓ નબળા હતા, તેઓ જ્યાં મજબૂત હતા તેવા રાજ્યોથી અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. હું આને મુક્ત ચૂંટણી તરીકે જોતો નથી. “હું તેને નિયંત્રિત ચૂંટણી તરીકે જોઉં છું.