મુંબઈના બાંદ્રામાં શનિવારે NCPના વરિષ્ઠ નેતા બાબા સિદ્દકીની હત્યા બાદ સુરક્ષાને લઇને સવાલો ગરમાઇ રહ્યા છે. . તમામ રાજકીય પક્ષો તરફથી સતત નિવેદનબાજી ચાલી રહી છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા પર બોલતા કહ્યું કે જ્યારે Z પ્લસ, વાય પ્લસ સુરક્ષા હેઠળ હત્યાઓ થઈ રહી છે, ત્યારે હવે મને ક્યાંક ઊભા રહીને કારનો દરવાજો ખોલતા પણ ડર લાગે છે.
-> જીવ પર ખતરો વધી રહ્યો છે – SP નેતા :- SP ચીફના નિવેદન પર આઈપી સિંહે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે દેશના સૌથી લોકપ્રિય રાજનેતા માનનીય અખિલેશ યાદવજીની NSG સુરક્ષા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવી જોઈએ. તેમના કાર્યક્રમોમાં હજારો લોકો ઉમટી પડે છે અને તેના જીવ પર જોખમ વધી રહ્યું છે. આજે પ્રેસ સાથે વાત કરતી વખતે તેમણે પોતાના જીવ પર જોખમ વ્યક્ત કર્યુ હતું
-> ચોથા આરોપીની ધરપકડ :- ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યાના ચોથા આરોપી જીશાન અખ્તરની ધરપકડ કરવામાં આવી છે. તે પંજાબના જલંધરના શંકર ગામનો રહેવાસી છે.
-> બહરાઇચ ઘટના પર બોલ્યા અખિલેશ :- બહરાઈચ ઘટના પર અખિલેશ યાદવે કહ્યું કે, મારી અપીલ છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. ઘટના દુઃખદ છે. સરકારે ન્યાય કરવો જોઈએ. જે સમયે આ શોભાયાત્રા નીકળી હતી તે સમયે પોલીસે રૂટ પર સુરક્ષા છે કે નહીં, પૂરતો પોલીસ બંદોબસ્ત છે કે કેમ તે ધ્યાનમાં રાખવું જોઈતું હતું.