B-INDIA Gujarati

NEWS GUJARAT

સપનાઓ પર ફરી શકે છે પાણી, આ વર્ષે કેનેડાના સ્ટુડન્ટ વિઝા એપ્રુવલમાં ઘટાડો થવાની સંભાવના

Spread the love

જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા હોવ અને કેનેડા ભણવા જવાનું સપનું હોય તો આ સપનું કદાચ આ વર્ષે પૂરું નહીં થાય. કેનેડાએ સ્ટુડન્ટ વિઝા માટેના નિયમો કડક બનાવ્યા છે અને તેઓ પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે ઘણા ઓછા સ્ટુડન્ટ વિઝા ઈશ્યુ કરવાની યોજના ધરાવે છે. આ સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા જઈને અભ્યાસ કરવો પહેલા કરતાં વધુ મુશ્કેલ બની શકે છે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે,

આ વખતે કેનેડામાંથી અપાતા વિઝામાં લગભગ 50 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. આ વર્ષે કેનેડા દર વર્ષની સરખામણીએ અડધા જેટલા વિઝા આપી શકે છે. એપ્લાય બોર્ડના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તે વધુમાં કહે છે કે કેનેડા અહીં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરીને તેને તે જ સ્તરે લાવવાની યોજના ધરાવે છે જે વર્ષ 2018 અને 2019માં હતી

— સંખ્યા પહેલાથી જ ઘટી છે :- આ વર્ષની શરૂઆતમાં ભારતને આપવામાં આવેલી કેનેડા સ્ટુડન્ટ વિઝાની મંજૂરીની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો થયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આ વર્ષની શરૂઆતમાં જ આ ઘટના બની છે તો આગળ શું થશે.આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2023માં કેનેડામાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 436,000 વિઝા પરમિટ આપવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024ના અંત સુધીમાં આ સંખ્યા 231,000 સુધી મર્યાદિત રહેવાની ધારણા છે. આ દર્શાવે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વૈશ્વિક વિઝા અરજીઓ એટલે કે અભ્યાસ પરમિટની સ્વીકૃતિમાં 39 ટકાનો ઘટાડો થઈ શકે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *