Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

શું વક્ફ સંશોધન બિલ સંસદમાં શિયાળુ સત્રમાં પસાર થશે ? આ કારણોથી થઇ શકે છે વિલંબ

Spread the love

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન સ્પષ્ટપણે કહ્યું હતું કે મોદી સરકાર વકફ બિલમાં સુધારો કરશે અને તે ટૂંક સમયમાં થશે, પરંતુ સવાલ એ છે કે શું વક્ફ સંશોધન બિલ સંસદમાં શિયાળુ સત્રમાં પસાર થશે કે નહીં. સુત્રોનું માનીએ તો આ મામલે શંકાની સ્થિતિ સર્જાઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વકફ સુધારા બિલને લઈને બનેલી સંસદની સંયુક્ત સમિતિની કાર્યવાહી પૂર્ણ થઈ નથી. સમિતિએ હજુ કેટલાક રાજ્યોની મુલાકાત લીધી છે તેથી હજુ એ સવાલ છે કે શું આ બિલને શિયાળુ સત્રમાં પાસ કરી શકાશેસમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું કે, “અમે વર્તમાન સત્રમાં રિપોર્ટ રજૂ કરવા માટે તૈયાર છીએ અને તેના પર કામ ચાલી રહ્યું છે. જો કે, અમે વિવાદ દ્વારા નહીં પરંતુ વાતચીત દ્વારા વિપક્ષનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” અગાઉ, વિપક્ષી સાંસદોએ સમિતિનો કાર્યકાળ વધારવાની માંગ કરી હતી અને સમિતિ અધ્યક્ષના નિર્ણયો પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.

-> વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણી પર અસર :- સૂત્રોનું કહેવું છે કે સમિતિનો અંતિમ અહેવાલ તૈયાર કરવામાં વિલંબ થવા પાછળનું એક કારણ વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણી પણ છે. વિપક્ષી સાંસદો કે જેઓ સંયુક્ત સમિતિનો ભાગ છે તેઓ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી બેઠક યોજવા માંગતા નથી. જેના કારણે પ્રક્રિયામાં વધુ વિલંબ થઈ શકે છે.

-> હિતધારકો સાથે ચર્ચા હજુ બાકી છે :- આ સિવાય કમિટી અન્ય કેટલાક હિતધારકો સાથે પણ ચર્ચા કરવા માંગે છે, પરંતુ આ ચર્ચા હજુ પૂર્ણ થઈ નથી. આગામી દિવસોમાં આ હોદ્દેદારો સાથે ચર્ચા થવાની શક્યતા છે જેથી તેમનું વલણ સમજીને રિપોર્ટમાં સામેલ કરી શકાય.


Spread the love

Read Previous

નાગપુર-કોલકાતાની ઇન્ડિગો ફ્લાઇટમાં બોંબની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

Read Next

“ભારતના જવાહર”: કોંગ્રેસે જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram