દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ શનિવારે મુખ્યમંત્રી આવાસ ખાલી કરશે. આ પછી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં જ રહેશે. તેઓ AAP સાંસદ અશોક મિત્તલના ઘરે રહેશે. અશોક મિત્તલનું ઘર 5 ફિરોઝશાહ રોડ પર છે. AAP વડા નવી દિલ્હીથી તેમની વિધાનસભા અને દિલ્હી ચૂંટણી માટે પ્રચાર કરશે. પાર્ટીના નેતાઓ, કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોએ અરવિંદ કેજરીવાલને તેમના ઘરની ઓફર કરી હતી.
અગાઉ, ‘આપ’ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આગામી એક-બે દિવસમાં સિવિલ લાઇન્સના ‘ફ્લેગસ્ટાફ રોડ’ પર સ્થિત દિલ્હીના મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરશે, તેમના માટે નવુ નિવાસસ્થાન નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેવા આવશે.AAPના સૂત્રોએ આ દાવો કર્યો હતોપાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે મંડી હાઉસ નજીક ફિરોઝ શાહ રોડ પર AAPના રાજ્યસભા સાંસદોને ફાળવવામાં આવેલા બે સરકારી બંગલાઓમાંથી એકમાં રહેવા જઈ શકે છે. તેમણે કહ્યું હતું કે બંને બંગલા રવિશંકર શુક્લા લેન પર સ્થિત ‘આપ’ હેડક્વાર્ટરથી થોડા જ મીટરના અંતરે છે.આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેજરીવાલે કહ્યું હતું કે તેઓ નવરાત્રિ દરમિયાન ફ્લેગસ્ટાફ રોડ પરનું સરકારી આવાસ ખાલી કરશે.
પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલ આગામી એક-બે દિવસમાં મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરશે કારણ કે તેમના અને તેમના પરિવાર માટે નવું નિવાસસ્થાન નક્કી કરવામાં આવ્યું છે.”પાર્ટીએ કહ્યું કે કેજરીવાલ તેમના પરિવાર સાથે નવી દિલ્હી મતવિસ્તારમાં રહેશે, જેનું તેઓ દિલ્હી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ AAPએ પણ કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રીય પક્ષના વડા તરીકે કેજરીવાલને સત્તાવાર નિવાસસ્થાન પ્રદાન કરવાની માંગ કરી હતી.