‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને બેગૂસરાયથી સાંસદ ગિરિરાજ સિંહ 18 ઓક્ટોબર 2024થી બિહારમાં હિંદૂ સ્વાભિમાન યાત્રા શરૂ કરવા જઇ રહ્યા છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો 18 ઓક્ટોબરે ભાગલપુરથી શરૂ થઈને 22 ઓક્ટોબરે કિશનગંજમાં સમાપ્ત થશે. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે, દેશમાં હિંદૂઓમાં એકતા રહેવી ખુબજ જરૂરી છે.
-> હિંદૂઓને એક કરવા સમય આવ્યો છે :- કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “બાંગ્લાદેશના હિંદુઓ પર થઈ રહેલા અન્યાયને ભારત સહન નથી કરી શકતું. હવે હિંદૂઓને એક કરવા સમય આવ્યો છે. પાકિસ્તાનમાં 22 ટકા હિંદૂઓ 1 ટકાની મર્યાદામાં આવી ગયા છે. જો વિભાજનના સમયે બધા મુસ્લિમ પાકિસ્તાન ચાલ્યા ગયા હોત તો આપણને જુલુસમાં પથ્થર ન ખાવા પડતા હોત. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “અમે અત્યાર સુધી તજીયામાં એક પથ્થર પણ નથી ફેંક્યો, પરંતુ અમારા દુર્ગા પૂજા અને સરસ્વતી પૂજા વિસર્જન દરમિયાન પથ્થર ફેંકવામાં આવે છે. વિભાજીત થશો તો કપાઈ જશો એવો સંદેશ આપવો છે અને સંગઠિત હિંદુ, સશક્ત હિંદુનો સંદેશ આપવો છે.”
-> મુસ્લિમ બહુલ વિસ્તારોનો પ્રવાસ કરશે ગિરિરાજ :- બિહારમાં આવતી કાલે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રીતે ગિરિરાજ સિંહની આ યાત્રાને બીજેપીની રાજનીતીથી પણ જોડીને જોવામાં આવી રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, અરેરિયા અને કિશનગંજનો પ્રવાસ કરશે, જે મુસ્લિમ બહુલ વિસ્તાર છે.