‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બુલેટિન ઈન્ડિયા વાવ : વાવ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી છે, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.મહારાષ્ટ્ર અને ઝારખંડ આ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જે અંતર્ગત ગુજરાતમાં વાવ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. વાવ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે જાણે કે વટનો સવાલ બની હોય તેવું ચિત્ર ઉભું થયું હતું.
આ બેઠક પર હવે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર થઇ છે અને ભાજપના સ્વરૂપજી ઠાકોર વિજેતા થયા છે.ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2353 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી.
જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી…