‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
વાસણસાડ બુલેટિન ઈન્ડિયા : મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાંઇબાબા મંદિરથી યાત્રાળુઓને લઇ જઇ રહેલી લક્ઝરી બસ સુરત જઇ રહી હતી ત્યારે કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં તે પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 30થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે ડ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. તેઓએ કપરાડા પોલીસ અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવા માટે ૧૦૮ ની એક ટીમને બોલાવવામાં આવી હતી. પીડિતોને વધુ સારવાર માટે ધરમપુર સરકારી હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરતા પહેલા શરૂઆતમાં કપરાડા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણોની તપાસ કરી ટ્રાફિકને અડચણરૂપ બસને ક્લિયર કરાવી હતી. અકસ્માત બાદ નાસી છૂટેલા સદગુરૂ શિવમ ટ્રાવેલ્સ લકઝરી બસના ચાલક સામે ફરિયાદ નોંધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.