‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સુખાની એક્ટર સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા અને મુંબઈ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હરિયાણાના પાણીપતમાંથી આરોપીની ધરપકડ કરી હતી. દેખાવ બદલીને તે પાણીપતની એક હોટલમાં છુપાઈ ગયો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી અને વાળ ઉગાડ્યા હતા.
-> આરોપી હોટલમાં છુપાયો હતો :- નવી મુંબઈ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુખા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તે એવા આરોપીઓમાંનો એક છે જેણે નવી મુંબઈના પનવેલમાં સલમાન ખાનના ફાર્મહાઉસની રેસી કરી હતી અને અભિનેતાના ફાર્મહાઉસ પર હુમલાના કાવતરામાં તે મુખ્ય આરોપી હતો. સુખાને ગુરુવારે નવી મુંબઈ લાવવામાં આવશે. આ પહેલા સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે સલમાન ખાન તેના ફાર્મ હાઉસ તરફ જતાં તેને હત્યા માટે ટાર્ગેટ કરવામાં આવશે. ફાર્મ હાઉસમાં સલમાનની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં સુખા મુખ્ય આરોપી માનવામાં આવે છે.
આ ષડયંત્ર પહેલા એપ્રિલ 2024માં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.આરોપી સુખાની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે મુંબઈ પોલીસ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહી છે. તેની કડી સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસ અને લોરેન્સ ગેંગ દ્વારા મળેલી ધમકીઓ સાથે જોડાયેલી છે. બાબા સિદ્દીકીની મુંબઈમાં 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર બિશ્નોઈ ગેંગે આની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ 14 એપ્રિલ 2024 ના રોજ સલમાન ખાનના બાંદ્રા નિવાસ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગમાં પણ સામેલ છે.