‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
અલ્હાબાદ હાઈકોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટતા માંગી છે. હાઈકોર્ટની લખનૌ બેંચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિદેશીનાગરિક હોવાના દાવા અંગે સુનાવણીમાં ગૃહ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે 12 સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી યુનાઈટેડ કિંગડમ (યુકે) ના નાગરિક છે.અરજીકર્તા વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં CBI તપાસની સાથે સાથે રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતાના આધારે તેમની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરવામાં આવી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે થવાની છે.
-> જુલાઈમાં અરજી ફગાવી દેવામાં આવી હતી :- તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે કોર્ટમાં પહેલા જ અરજી દાખલ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈમાં કોર્ટે આવી જ એક અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અરજીકર્તા પહેલા નાગરિકતા કાયદા હેઠળ સક્ષમ અધિકારીને ફરિયાદ કરી શકે છે.
-> કોર્ટમાં દાખલ કરવામાં :- આવેલી અરજીમાં લોકસભા સ્પીકર પાસેથી એવી પણ માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી ગૃહ મંત્રાલય દ્વારા તેમની વિદેશી નાગરિકતાનો મુદ્દો ઉકેલવામાં ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે કામ કરવા દેવામાં ન આવે. આ સિવાય અરજીમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી કઈ કાયદાકીય સત્તા હેઠળ લોકસભાના સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.