Breaking News :

પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો

અલ્લુ અર્જુન પર ‘પુષ્પા 2’ના પ્રીમિયરમાં ભાગદોડનો આરોપ લાગશેઃ હૈદરાબાદ પોલીસ

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા

ધાર્મિક સ્થાનો-સંગીતના કાર્યક્રમોમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને નિર્ધારિત સમય પછી લાઉડસ્પીકર સામે કાર્યવાહી

મહિલાઓને તબીબી શિક્ષણ પર રોક મામલે ક્રિકેટર રાશિદ ખાને દુઃખ વ્યક્ત કર્યુ, તાલિબાન સરકારને કરી આ અપીલ

મહારાષ્ટ્રના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં દેવેન્દ્ર ફડણવીસનું નવું મધ્યમ નામ

દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપની બેઠકમાં સર્વસંમતિ સધાઈ

મહેસાણા,અમદાવાદ અને મોરબીમાં રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં 10નાં મોત, અનેક ઘાયલ

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો,અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું

Spread the love

ગુજરાતમાં છેલ્લા 2 – 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે.  હવામાન વિભાગ દ્વારા લોકોને હાડ  થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અનેક જિલ્લાઓમાં હાડ  થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વહેલી સવારથી જ લોકોને કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1થી 5 ડિગ્રી ઘટી જતા લોકો ઠંડીથી ઠૂઠવાઈ ગયા છે.

As Gujarat awaits winter, IMD says temperatures likely to fall this week |  Ahmedabad News - The Indian Express

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બોટાદ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે.

જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે. ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, રાજકોટ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે.

સાબરકાંઠા, મહેસાણા, મોરબી, કચ્છ, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે…

Winter is coming: Mercury drop of 3°C in three days expected in Gujarat

શીતલહેરની આગાહી

રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે.  છેલ્લા 24 કલાકમાં જ મોટા ભાગનાં શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતાં જનજીવનને માઠી અસર પડી છે. અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.


Spread the love

Read Previous

ગુરુગ્રામ નાઇટક્લબમાં નશામાં ધૂત શખ્સે ક્રૂડ બોમ્બ ફેંક્તા ધરપકડ

Read Next

રાજનાથસિંહ રશિયામાં વ્લાદિમીર પુતિનને મળ્યા, આપ્યો ખાસ સંદેશ, દુશ્મનો ધ્રૂજી જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram