‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કેન્દ્ર સરકારે ભારતીય જનતા પાર્ટીના નેતા અરવિંદર સિંહ લવલીને Y+ કેટેગરી આપીને સુરક્ષા કવચ વધારવાનો નિર્ણય કર્યો છે. IBએ તેના એક રિપોર્ટમાંખતરાની આશંકા વ્યક્ત કરી હતી, ત્યારબાદ ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારી દીધી છે. લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા.
-> શરદ પવારની સુરક્ષાને લઈને કેન્દ્ર ચિંતિત છે :- બાબા સિદ્દીકીની હત્યા બાદ ગૃહ મંત્રાલય એનસીપી (એસપી) ચીફ શરદ પવારની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે. આ અંગે કેન્દ્રીય સુરક્ષા એજન્સી CRPF ફરી એકવાર Z પ્લસ સુરક્ષા આપવામાટે શરદ પવારનો સંપર્ક કરશે. બે મહિના પહેલા કેન્દ્ર સરકારે શરદ પવારને Z+ સુરક્ષા ઓફર કરી હતી, જે લેવાનો પવારે ઈન્કાર કરી દીધો હતો.
-> યોગી, રાજનાથ સહિતના આ નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે :- આ પહેલા કેન્દ્ર સરકારે દેશના 9 નેતાઓની સુરક્ષા માટે તૈનાત NSG કમાન્ડોને હટાવવાનો નિર્ણય લીધો હતો. તેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ,બસપા સુપ્રીમો માયાવતી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ નાયબ વડાપ્રધાન એલકે અડવાણી, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, છત્તીસગઢના પૂર્વ સીએમ રમણ સિંહ, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું નામ સામેલ છે.
ગૃહ મંત્રાલયે આદેશ જારી કરીને કહ્યું છે કે હવે આ તમામ નેતાઓની સુરક્ષાની જવાબદારી CRPFના જવાનો સંભાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશમાં કેટલાક પસંદગીના નેતાઓ છે, જેમની સુરક્ષા સંપૂર્ણપણે નેશનલ સિક્યુરિટી ગાર્ડને સોંપવામાં આવી છે.અગાઉ 14 ઓક્ટોબર, 2024ના રોજ ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષા વધારી દીધી હતી. તેમને Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, અગાઉ તેમને SSB કમાન્ડો દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી.