‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ હતી.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ વર્ચ્યુઅલ માધ્યમથી માલદીવના હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું ઉદ્ઘાટન કર્યુ. દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા ચુકવણી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આ પ્રકારની પ્રથમ લેવડ-દેવડના સાક્ષી બન્યા..
-> પીએમ મોદીએ નિવેદન જાહેર કર્યું :- પીએમ મોદીએ કહ્યું, “ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે. ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ગાઢ મિત્ર છે. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવનું મહત્વનું સ્થાન છે.તેમણે વધુમાં કહ્યું, “અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. એકતા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું.
-> કોલંબોની સિક્યુરીટી કોન્ક્લેવમાં સ્થાપક સભ્ય તરીકે જોડાવવા માટે માલદીવનું સ્વાગત છે :- વિદેશ મંત્રાલયે માહિતી આપી : ટ્વિટર પર એક પોસ્ટમાં બેઠક વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયે લખ્યું, “ભારત-માલદીવના વિશેષ સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છીએ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભારત-માલદીવ દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચા થશે.