‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
મેટા પ્લેટફોર્મ્સના સહ-સ્થાપક અને CEO માર્ક ઝૂકરબર્ગ પણ $200 બિલિયનની નેટવર્થ સાથે સૌથી ધનાઢ્ય અબજોપતિઓની ક્લબમાં જોડાયા છે. ટેસ્લાના ચીફ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આ ક્લબમાં પહેલાથી જ સામેલ છે.25 સપ્ટેમ્બર, 2024ના રોજ બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અબજોપતિઓના તાજેતરના ડેટા અનુસાર, એલોન મસ્ક $268 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. જેફ બેઝોસ 216 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ત્રીજા સ્થાને માર્ક ઝકરબર્ગ છે જેમની પાસે $200 બિલિયનની સંપત્તિ છે અને તે પ્રથમ વખત $200 બિલિયનની સંપત્તિના ક્લબમાં સામેલ થયા છે.
-> સંપતિમાં આટલો ઉછાળો :- માર્ક ઝૂકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ $71 બિલિયનનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે જેફ બેઝોસની સંપત્તિમાં $39.3 બિલિયનનો ઉછાળો જોવા મળ્યો છે અને એલોન મસ્કની સંપત્તિમાં $38.9 બિલિયનનો ઉછાળો જોવા મળ્યો છે.લૂઈસ વીટનના ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટ $200 બિલિયનની સંપત્તિ ક્લબમાં જોડાવાથી થોડાક જ કદમ દૂર છે. બર્નાર્ડ આર્નોલ્ટ પાસે $183 બિલિયનની સંપત્તિ છે.ડેટાબેઝ કંપની ઓરેકલના લેરી એલિસન પણ $200 બિલિયનની નેટવર્થથી થોડે દૂર છે અને તેમની પાસે $189 બિલિયનની સંપત્તિ છે. આ વર્ષે બર્નાર્ડઆર્નોલ્ટની સંપત્તિમાં $24.2 બિલિયનનો ઘટાડો થયો છે, જ્યારે લેરી એલિસનની સંપત્તિમાં $55.6 બિલિયનનો વધારો થયો છે.
-> મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પાસે આટલી સંપતિ :- બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે $113 બિલિયનની સંપત્તિ છે. જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પાસે $105 બિલિયનની સંપત્તિ છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 16.7 અબજ ડોલર અને ગૌતમ અદાણીની સંપત્તિમાં 20.9 અબજ ડોલરનો વધારો થયો છે.