Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં કોણ-કોણ દાવેદારો

Spread the love

મહારાષ્ટ્રમાં મતગણતરી પહેલા મહાયુતિ અને મહાવિકાસ આઘાડી સમક્ષ સૌથી મોટો સવાલ એ છે કે મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ હશે? શનિવારે મતગણતરી થશે, ત્યારબાદ જ ખબર પડશે કે જનતાએ કયો કેમ્પ પસંદ કર્યો છે. પરંતુ આ પહેલા, સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડીમાં આગામી સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે મતભેદો ઉભા થયા છે, કારણ કે બંને કેમ્પના પક્ષો મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે.

-> નાના પટોલેના નિવેદનથી મહાવિકાસ અઘાડીમાં ચિંતા વધી છે :- 288 સભ્યોની વિધાનસભા માટે બુધવારે સાંજે મતદાન સમાપ્ત થયા પછી, શાસક અને વિપક્ષના મોરચાએ દાવો કરવાનું શરૂ કર્યું કે જ્યારે 23 નવેમ્બરે મતોની ગણતરી થશે ત્યારે જનાદેશ તેમની તરફેણમાં આવશે. મતદાન પછી તરત જ, રાજ્ય કોંગ્રેસના વડા નાના પટોલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં તેમની પાર્ટીના નેતૃત્વમાં એમવીએ સરકાર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વોટિંગ ટ્રેન્ડ દર્શાવે છે કે નવી વિધાનસભામાં કોંગ્રેસને સૌથી વધુ સીટો મળશે. નાના પટોલેની ટિપ્પણીઓ સાથી પક્ષ શિવસેના (UBT)ને લઇને સારી ન હતી. શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે બહુમતી મેળવ્યા પછી MVA તમામ સાથી પક્ષો સાથે સંયુક્ત રીતે મળીને મુખ્ય પ્રધાનપદનો ચહેરો નક્કી કરવામાં આવશે.સંજય રાઉતે કહ્યું જો કોંગ્રેસ હાઈકમાન્ડે પટોલેને કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદનો ચહેરો હશે, તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેના ટોચના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેની જાહેરાત કરવી જોઈએ.

-> શું શિંદે ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે? :- એમવીએ, જેમાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) અને મહાયુતિ, જેમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે, બન્નેએ પોત-પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનું ગઠબંધન ચૂંટણીની મતગણતરી પછી આગામી સરકાર બનાવશે.

-> શનિવારે મતગણતરી :- મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિ સત્તા જાળવી રાખશે તેવી આગાહી કરી હોવા છતાં, MVAને જીતનો વિશ્વાસ છે.. મહાયુતિ વતી શિવસેનાના વિધાનસભ્ય અને પક્ષના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી એકનાથ શિંદેના ચહેરા સાથે લડવામાં આવી હતી. શિરસાટે કહ્યું, “મતદારોએ મતદાન દ્વારા શિંદે માટે તેમની પસંદગી દર્શાવી છે. મને લાગે છે કે મુખ્યપ્રધાન બનવા પર શિંદેનો અધિકાર છે અને અમને વિશ્વાસ છે કે તેઓ આગામી મુખ્ય પ્રધાન બનશે.

-> અજિત પવારનું નામ પણ સામે આવ્યું :- ભાજપના નેતા પ્રવીણ દરેકરે ટોચના પદ માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તરફેણમાં વાત કરી હતી. તેમણે કહ્યું, “મને લાગે છે કે જો બીજેપીમાંથી કોઈ સીએમ બનશે તો તે દેવેન્દ્ર ફડણવીસ હશે.” એનસીપીના નેતા અમોલ મિતકારીએ આ પ્રતિષ્ઠિત પદ માટે તેમના પક્ષના વડા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું નામ આગળ કર્યુ છે. મિટકરીએ કહ્યું, “પરિણામો ગમે તે હોય, એનસીપી કિંગમેકર હશે.” મુખ્ય પ્રધાનપદના ચહેરા વિશે પૂછવામાં આવતા, ફડણવીસે કહ્યું કે ત્રણેય મહાયુતિ પક્ષો સાથે બેસીને “યોગ્ય નિર્ણય” લેશે.


Spread the love

Read Previous

આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી

Read Next

જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં , શરદ પવારની ઉમેદવારોને સલાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram