‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. અનિલે આપઘાત કરીને જીવ ગુમાવ્યો છે. આ ઘટના બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.મામલાની માહિતી મળતા જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પિતાના અવસાનથી અભિનેત્રી મલાઈકા અરોરા અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
-> મલાઈકાના પિતાએ જીવ ગુમાવ્યો :- મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું બુધવારે સવારે લગભગ 9 વાગ્યે અવસાન થયું. તેણે મુંબઈના બાંદ્રામાં પોતાના ફ્લેટની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.
-> પૂર્વ પતિ અરબાઝ ખાન મલાઈકાના ઘરે પહોંચ્યો હતો :- આ સમાચાર આવતા જ મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અભિનેત્રીના ઘરે પહોંચી ગયો છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.
-> મલાઈકા અરોરા ઘરે નહોતી :- અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. ઘટનાની માહિતી મળતા જ તે મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ હતી.આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.