‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં વિલનની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત મલયાલમ અભિનેતા વિનાયકને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમના પર એરપોર્ટ પર હંગામો મચાવવા અને ઈન્ડિગો ગેટ સ્ટાફ સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે. અભિનેતા કથિત રીતે દારૂના નશામાં હતા અને જાહેર સ્થળે બેફામ વર્તન કરતા જોવા મળ્યા હતા.
વિનાયકન કોચીથી હૈદરાબાદ પહોંચ્યા હતા અને ગોવા જઈ રહ્યા હતા. તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ શર્ટ ઉતારીને એરપોર્ટના ફ્લોર પર બેસીને કર્મચારીઓ પર બૂમો પાડતા જોવા મળે છે. ઘટના બાદ એરપોર્ટ પર હાજર સીઆઈએસએફની સુરક્ષા ટીમે વિનાયકનને કસ્ટડીમાં લીધા હતા અને તેમને સ્થાનિક એરપોર્ટ પોલીસને સોંપી દીધા હતા. એરપોર્ટ પોલીસ સ્ટેશનના સીઆઈ બલરાજે કહ્યું, ‘મામલો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
—-પહેલા પણ મુશ્કેલીમાં આવી ચુક્યા છે
આ પહેલીવાર નથી જ્યારે વિનાયકન મુશ્કેલીમાં હોય. અગાઉ ઓક્ટોબર 2023માં કેરળના એર્નાકુલમમાં પોલીસ સ્ટેશનમાં અરાજકતા ફેલાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અભિનેતા પર તેમના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ, બાદમાં તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
—–જેલર’માં આ ભૂમિકા ભજવી હતી.
ગયા વર્ષે રિલીઝ થયેલી સુપરસ્ટાર રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર’માં વિનાયકન ખલનાયકની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે સ્મગલરના રોલમાં જોવા મળ્યો હતો. વિનાયકને વર્ષ 1995માં ફિલ્મ ‘મંથરિકમ’થી અભિનયની ઈનિંગ્સ શરૂ કરી હતી. તે ‘કમ્મતિપદમ’ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે