‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બિહારમાં વધુ એક નિર્માણાધીન પૂલનો ભાગ ધરાશાયી થયો છે. આ પૂલ સમસ્તિપુરમાં નિર્માણ પામી રહ્યો હતો.. બ્રિજ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલ્વે સ્ટેશન નજીક બની હતી, જ્યાં બે પિલરોની વચ્ચે સ્પેન લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક સ્પેન નીચે તૂટી પડ્યો. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. નિર્માણાધીન પૂલનો ભાગ ધરાશાયી થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડિઓમાં જોવામાં આવી રહ્યું છે કે તૂટેલા સ્પેનના મલબાને JCBની મદદથી દૂર કરવામાં આવી રહ્યો છે અને જમીનમાં તેના કેટલાક ભાગોને દબાવી દેવામાં આવી રહ્યા છે, જેથી આગળનું કામ ફરી શરૂ કરી શકાય.
-> સ્થાનિક લોકોએ ગુણવત્તા પર ઉઠાવ્યા સવાલ :- સ્થાનિક લોકોનું કહેવું છે કે પૂલ બનાવવામાં ખરાબ ગુણવત્તા સામગ્રીનો ઉપયોગ થયો હોવાથી બ્રિજનો ભાગ તૂટી પડ્યો. સ્થાનિક લોકોનો એ પણ આરોપ છે કે સાંજે બ્રિજ તૂટ્યા પછી બેદરકારી છુપાવવા માટે રાત્રિના સમયે જ તાત્કાલિક મલબાને JCBથી દૂર કરવાનું કામ શરૂ કરી, કેટલોક ભાગ જમીનમાં દબાવી દેવામાં આવ્યો, જેથી આ બાબતની જાણ લોકોને ન થાય.
-> આ પૂલ છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યો છે :- સમસ્તિપુરમાં બની રહેલો આ બ્રિજ મુખ્યમંત્રી નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે. આ પૂલની આધારશિલા 2011માં નીતિશ કુમારે મુકી હતી.. . તેનું નિર્માણ 2016માં પૂરું થવાનું હતું, પરંતુ આજ સુધી પૂલ તૈયાર થયો નથી.