Breaking News :

AAP કાઉન્સિલર મહેશ ખીંચીએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી

“તમે મારી માતાનું અપમાન કર્યું”: ચંદ્રબાબુ નાયડુના પુત્રએ YSR કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મધ્યપ્રદેશમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં દલિત ગામને આગ લગાવી દેવામાં આવી

દિલ્હી મેયરની ચૂંટણી પહેલા અંધાધૂંધી વચ્ચે કોંગ્રેસના કાઉન્સિલરે આપ્યું રાજીનામું

7 વર્ષનો બાળક સર્જરી માટે ગયો, ગ્રેટર નોઈડાના ડોક્ટરે ખોટી આંખનું ઓપરેશન કર્યું

દવાઓની આડઅસર જણાવવાનું ફરજિયાત કરવાનો મામલો, અરજી પર સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર

કોચિંગ સેન્ટરો દ્વારા જારી કરવામાં આવતી ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા માર્ગદર્શિકા બહાર પડાઇ

“ભારતના જવાહર”: કોંગ્રેસે જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

શું વક્ફ સંશોધન બિલ સંસદમાં શિયાળુ સત્રમાં પસાર થશે ? આ કારણોથી થઇ શકે છે વિલંબ

નાગપુર-કોલકાતાની ઇન્ડિગો ફ્લાઇટમાં બોંબની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

બાબા સિદ્દીકીની હત્યાને લઇને ઔવેસીએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પાસે માંગ્યો જવાબ

Spread the love

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા શા માટે કરવામાં આવી તેનો જવાબ કોઈની પાસે નથી. કોઈ કહે છે કે કોઈ જેલમાં બેઠો છે અને તેના દ્વારા મારવામાં આવ્યા છે, તો કોઈ કહે છે કે લડાઈ થઈ હતી અને તેથી માર્યા ગયા છે. પરંતુ, પ્રશ્ન એ થાય છે કે હત્યા પાછળ કોનું દિમાગ છે ?મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં AIMIMના ઉમેદવાર ફારુક શાહના સમર્થનમાં જાહેરસભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને સવાલ પૂછ્યા કે બાબા સિદ્દીકીની હત્યા કેવી રીતે થઈ.

ઓવૈસીએ કહ્યું, “બાબા સિદ્દીકીની હત્યા થઈ, ગોળી મારી, મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે, ત્રણ વખતના ધારાસભ્યને 6 વખત ગોળી મારી દેવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ જણાવો કે કેવી રીતે. બાબા સિદ્દીકીનું મોત થયું.” તેમણે અજિત પવારને પૂછ્યું કે બાબા સિદ્દીકી તમારી પાર્ટીના છે, જો તમે તમારી પાર્ટીના નેતાને બચાવી શકતા નથી તો તમારી જાતને કેવી રીતે બચાવશો.

AIMIM પ્રમુખે કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા બાદ કહેવામાં આવ્યું હતું કે અમે આટલા દિવસોમાં આરોપીને પકડીને બતાવીશું. તેમણે પ્રશ્ન પૂછ્યો કે કોની ધરપકડ કરી? ક્યાં છે હત્યારાઓ? ઓવૈસીએ કહ્યું કે દર બીજા દિવસે મીડિયામાં આવે છે કે પોલીસ ત્યાં ગઈ, પોલીસ અહીં ગઈ. મહારાષ્ટ્ર પોલીસ ઘણી સક્ષમ છે, ગુપ્તચર નેટવર્ક ખૂબ મજબૂત છે, પરંતુ નરેન્દ્ર મોદી સત્તામાં છે, તેથી પોલીસ નબળી પડી ગઇ છે. આ નબળાઈના કારણે અત્યાચારો થઈ રહ્યા છે.


Spread the love

Read Previous

યૂએસ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પને કેમ મળી શાનદાર જીત, આ રહ્યા કારણો

Read Next

સરકાર આતંકવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છેઃ અમિત શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram