Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનો જમાવડો, જાકીર નાઇકની પાછળ-પાછળ મલેશિયાના પીએમ પહોંચ્યા પાકિસ્તાન

Spread the love

સ્ટોરી મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઈબ્રાહિમ બુધવારે 2 થી 4 ઓક્ટોબર સુધી ત્રણ દિવસની મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. જ્યાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. મલેશિયાના પીએમ એવા સમયે પાકિસ્તાનની મુલાકાતે છે જ્યારે ઇસ્લામિક સ્કોલર ઝાકિર નાઈક, જે પહેલાથી જ ભારતમાંથી ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, અને લાંબા સમયથી મલેશિયામાં રહે છે, તે પણ પ્રચાર અર્થે પાકિસ્તાનમાં છે.

આ રીતે ભારતના પાડોશી દેશમાં કટ્ટરપંથીઓનું જૂથ એકઠું થયું છે.એરપોર્ટ પર સ્વાગત માટે પહોંચ્યા પાકિસ્તાનના પીએમ પાકિસ્તાનની ધરતી પર મલેશિયાના પીએમ ઉતર્યા ત્યારે તેમના સ્વાગતમાં એરપોર્ટ પર પીએમ શાહબાઝ, નાયબ વડાપ્રધાન ઈશાક ડાર અને ફેડરલ કેબિનેટના સભ્યો પણ એરપોર્ટ પર હાજર હતા. સોમવારે વિદેશ કાર્યાલયે આ મામલે નિવેદન જારી કરીને કહ્યું કે પાકિસ્તાન અને મલેશિયા વેપાર, કનેક્ટિવિટી, ઉર્જા, કૃષિ, પર્યટન અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરશે.વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં પાકિસ્તાન-મલેશિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાના વ્યાપક એજન્ડા પર ચર્ચા થશે. ઝાકિર નાઈકને પાકિસ્તાનમાં ઝેડ પ્લસ સુરક્ષા મળી છે..

મલેશિયામાં આશરો લેનાર ઝાકિર નાઈક સામે પાકિસ્તાને આંખ આડા કાન કર્યા છે. તેણે નાઈકને Z Plus જેવી ઉચ્ચ સ્તરીય સુરક્ષા પૂરી પાડી છે. તેની સુરક્ષા માટે પાકિસ્તાન રેન્જર્સની ટુકડી તૈનાત કરવામાં આવી છે. દરમિયાન, નાઇકની પાછળ-પાછળ પાકિસ્તાન પહોંચનાર મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમ,ઓગસ્ટમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં નાઈકના પ્રત્યાર્પણ પર તેમની સાથે વાત કરવામાં આવી હતી.. જોકે, પછી તેમણે પુરાવાની વાત કરી હતી. પરંતુ આખી દુનિયા સારી રીતે જાણે છે કે ઝાકિર નાઈકની મલેશિયાના પીએમ સાથે સારી મિત્રતા છે, તેથી તે ભારતના ઈશારે કોઈ કાર્યવાહી કરશે નહીં..


Spread the love

Read Previous

‘સિંઘમ અગેન’ નહીં, આ સ્ટાર કિડની ફિલ્મમાં કેમિયો માટે તૈયાર છે સલમાન ખાન, ક્યારે રિલીઝ થશે?

Read Next

સીટ શેયરિંગમાં જે બેઠકો મળશે તેમાંથી 10 ટકા બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપીશઃ અજીત પવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram