બિહારમાં JDU કાર્યાલયની બહાર પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં નીતિશ કુમારને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. બિહારની રાજનીતિમાં આને લઈને નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, આરજેડીએ આના પર પ્રતિક્રિયા આપી છે. આરજેડી પ્રવક્તા શક્તિ સિંહ યાદવે શનિવારે કહ્યું કે જેડીયુની કાર્યકારિણી બેઠકમાં લલન સિંહ આવ્યા ન હતા. અન્ય ઘણા નેતાઓ પણ આવ્યા ન હતા. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચે સત્તા હસ્તાંતરણ માટે 6 મહિનાની ડીલ થઈ હતી. જેડીયુ આવું નથી કરી રહી..એટલે વચેટીયો ફસાયો છે, અને એવી માંગણી આગળ ધરી છે કે ભારત રત્ન આપો અને સત્તા લો.સાથે જ JDUના 2025માં ‘નીતિશ કુમાર ફિર સે’ ના નારા પર પ્રહાર કરતા RJDએ કહ્યું કે બિહાર નીતીશ કુમારથી કંટાળી ગયું છે, અબ કી બાર તેજસ્વી સરકાર.
-> આ દબાણની રાજનીતિ છે :- તમને જણાવી દઈએ કે શનિવારે બિહારના પટનામાં JDUની રાજ્ય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બિહારમાં જેડીયુના સંગઠનને મજબૂત બનાવવું પડશે. આ બેઠકને લઈને આરજેડીએ જેડીયુને આડે હાથ લીધી છે. આરજેડીએ કહ્યું છે કે આ જનતા દળ યુનાઈટેડની રાજ્ય કાર્યકારિણીની બેઠક નથી. આ દબાણની રાજનીતિ છે.
-> આરજેડીનો વડાપ્રધાન પર શાબ્દિક પ્રહાર :- વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ટીકા અને કોંગ્રેસને શહેરી નક્સલવાદીઓની ટોળકી ગણાવાના તેમના નિવેદન પર, આરજેડીના પ્રવક્તાએ કહ્યું કે ભાજપે પોષેલા લોકો શહેરી નક્સલવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. ક્યારેક તેઓ લોકોને તલવારો વહેંચે છે તો ક્યારેક તેઓ ભાષાકીય આતંક ફેલાવે છે. ભાજપ શહેરી વિસ્તારોમાં તેના વિચારહીન અને અનૈતિક લોકોને આગળ કરીને સમાજમાં હિંસા ફેલાવવા માંગે છે અને પછી તેના નેતાઓ તલવારો વહેંચી રહ્યા છે. જનતા ભાજપનું ચરિત્ર ઓળખી ગઈ છે. વડાપ્રધાન બૂમો પાડતા રહેશે, પરંતુ દેશની જનતા પર તેની કોઈ અસર નહીં થાય.