મહારાષ્ટ્રના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં દેવેન્દ્ર ફડણવીસનું નવું મધ્યમ નામ
દક્ષિણ કોરિયાની સંસદે રાષ્ટ્રપતિના નિર્ણયને પલટાવ્યો, માર્શલ લો રદ કર્યો. સંસદમાં ભારે વિરોધ બાદ માર્શલ લૉને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન યુન-સિઓક-યોલે મંગળવારે અચાનક દેશમાં ઇમરજન્સી માર્શલ લો જાહેર કરી દીધો હતો. કટોકટી લાગુ કરવાના થોડી જ વારમાં સેનાએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. સેનાએ સંસદમાં ઘૂસીને ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. શેરીઓમાં લશ્કરનો કબજો હતો. રાજધાની સિયોલ પર સેનાના હેલિકોપ્ટર ફરતા જોવા મળ્યા હતા.
મોડી રાત્રે શાસક અને વિરોધ પક્ષો એમ બંને પક્ષના 300માંથી 190 વિધાનસભ્યોએ સર્વાનુમતે લશ્કરી કાયદાને નકારી કાઢવા માટે મતદાન કર્યું હતું. જે બાદ માર્શલ લોને હટાવવો પડ્યો હતો.
- દક્ષિણ કોરિયામાં માર્શલ લો લાગુ કરવાનું ફેસલો રદ
- રાષ્ટ્રપતિ યૂન સુક યોલના આદેશનું સંસદમાં વિરોધ
- રાષ્ટ્રપતિના એલાન બાદ ભારે વિરોધ થયો
- રાષ્ટ્રપતિના માર્શલ લોને 6 કલાકમાં રદ કરી દેવાયો
- રાતભર દક્ષિણ કોરિયામાં ભારે વિરોધ થયો
સમગ્ર દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. રાષ્ટ્રપતિનો દાવો છે કે, વિપક્ષ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના ઇશારે કામ કરી રહ્યું છે. તેથી જ તેમને કટોકટી લાદવાની ફરજ પડી છે. જો કે સંસદે સર્વાનુમતે રાષ્ટ્રપતિના આદેશને ફગાવી દીધો છે.
વિરોધ પક્ષના નેતા લીજે-મ્યુને કટોકટીની સ્થિતિને ગેરકાયદેસર ગણાવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પાસે આવું કરવાનો અધિકાર નથી કારણ કે તેમની પાસે સંસદમાં બહુમતી નથી. માર્શલ લો ઓર્ડરમાં દેશના વિરોધ પક્ષો પર સંસદને નિયંત્રિત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો અને સરકારને રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓથી લકવાગ્રસ્ત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન-યુન-યોલે ઉત્તર કોરિયા તરફી દળોને હરાવવાની અને રાષ્ટ્રને ટેલિવિઝન પર કરવામાં આવેલા સંબોધનમાં બંધારણીય લોકશાહી પ્રણાલીનો બચાવ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે, કોરિયાના શાસન અને લોકશાહી પર ઇમરજન્સી માર્શલ લોની અસર હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાંથી માર્શલ લો હટાવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે આ માહિતી આપી હતી. વાસ્તવમાં સંસદમાં ભારે વિરોધ બાદ તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે, શાસક અને વિપક્ષ બંને પક્ષોના 300 માંથી 190 સાંસદોએ લશ્કરી કાયદાને નકારવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું. જે બાદ માર્શલ લો હટાવવો પડ્યો.